ગુજરાત રેકોર્ડ હોલ્ડર એસો.ની સ્થાપના કરાઈ

778
bvn2132018-2.jpg

ગુજરાત ભરમાંથી અલગ-અલગ પ્રકારે રેકોર્ડ નોંધાવનાર અને ગુજરાતનું ગૌરવ વધારના આવા ૩૧ રેકોર્ડ વેલ્ડરોનું એક એસોસીએશન બનાવાયું છે. સુરત ખાતેની મિટીંગમાં ૩૧ રેકોર્ડ હોલ્ડરોમાંથી સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. 
જેમાં ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાને પ્રમુખ પદે નિમાયા છે. જયારે સુરતના લાફટર કોચ કમલેશ મશાલાવાળાને અમદાવાદના દિપક ભટ્ટનેત થા ટાઈમેન તરીકે જાણીતા દિપક શર્માને ઉપપ્રમુખ  તરીકે નિમણુંક કરવામાં આવી છે. પન્સીલની અણી ઉપર ગણપતિ બનાવનાર સુરતના પવન શર્માને સેક્રેટરી બનાવાયા છે. જયારે સુરતના શીતલ શાહ જેમને ર૪ કલાકમાં પ૭૬ વ્યકિતના વાળ કાપ્યા હતાં. તેમને જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. જયારે ડો. હ્યુમન બ્રહ્માત્માને જોઈન્ટ ટ્રેઝરર બનાવાયા છે. 
હાલ આ એસોસીએશનમાં ૩૧ સભ્યો છે. જે ૩૧ સભ્યોએ લીમકાબુક ઓફ રેકોર્ડ અને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં પોતાના નામ નોંધાવ્યા છે. 
પ્રમુખપદે અજય જાડેજાએ ટ્રાફિક ક્ષેત્રે લીમકડા બુકમાં નામ નોંધાવેલું છે. 
આ એસોસીએશનનું મુખ્ય કાર્ય રેકોર્ડશેને લોકો સમક્ષ લાવવા, નવા રેકોર્ડ વેલ્ડર બનાવવા, ગુજરાત અને ગુજરાત બહાર પ્રદર્શનો કરવા વગેરે આ કારણથી દરેક રેકોર્ડ હોલ્ડરને લોકો ઓળખશે. અને લોકોમાં આવા રેકોર્ડ બનાવવાની એક હરિફાઈ પણ બની રહેશે. 

Previous articleભાવનગરથી અજમેર સાયકલ યાત્રાએ બે મુસ્લીમ યુવાનો રવાના
Next articleરાજુલા તાલુકાના બાબરીયાધાર સહિતના વિકાસ કામો અંગેના મુખ્યમંત્રીને રજુઆત