શહેરનાં ખેડુતવાસમાં રહેતા દંપતિ પર મોડીરાત્રે છરી વડે હુમલો

775

ભાવનગર શહેરનાં ખેડુતવાસ વિસ્તારમાં રહેતા દંપતિ પર જુના ઝઘડાની દાઝ રાખી અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ. આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર શહેરનાં ખેડુતવાસ મફતનગર, મેલડીમાંના મંદિર પાસે રહેતા મેહુલભાઈ ભરતભાઈ ચુડાસમા (ઉ.વ.ર૧) તથા તેમનાં સર્ગભા પÂત્ન ભૂમિબેન ગઈકાલે મોડી સાંજે શહેરનાં મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાં વોર્કીંગ માટે ગયા હતા તે વેળાએ જુના લડાઈ-ઝઘડાની દાઝ રાખી અજાણ્યા શખ્સોએ એકસંપ કરી આ દંપતિ પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ઉપરાંત ભુમિબેન પાસે રહેલ રોકડ રકમ તથા પર્સ, મોબાઈલની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છુટયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મેહુલભાઈને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનનાં પી.આઈ. આર.આર. સોલંકી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત પરિણીતાનાં પોલીસે નિવેદનના આધારે અજાણ્યા આરોપીઓની શોધખોળ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Previous article‘મહા’ વાવાઝોડાને પગલે ઘોઘા ના દરિયા ની મુલાકાત લેતા ભાવનગર જિલ્લા કલેક્ટર
Next articleડીઆરએમ કચેરી ખાતે રેલ્વેનાં નિવૃત્ત થયેલા ૯૭વર્ષિય વૃધ્ધ ને પેન્શન ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ