બરવાળાના નાવડા ગામે સુવિધાપથ રસ્તાનું ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો

672

બરવાળા તાલુકાના નાવડા ગામે સુવિધાપથ અંતર્ગત રસ્તાના કામનું ખાત મુહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઓધવજીભાઈ મોણપરા,સુરેશભાઈ ગોધાણી(પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ),જામસંગભાઈ પરમાર (ઉપ પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ),વિરેન્દ્રભાઈ ખાચર(પ્રમુખ તા.પં.બરવાળા),સુરેશભાઈ ગઢીયા (પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ),બ્રીજરાજસિંહ ઝાલા, ચંદુભાઈ રાઠોડ(સરપંચ નાવડા ગ્રામ પંચાયત),ગજુભા ચુડાસમા સહીતના રાજકીય-સામાજીક આગેવાનો,હોદેદારો,રાજ્ય યુવક બોર્ડના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા તાલુકાના નાવડા મુકામે પાણીની ટાંકી પાસે તા.૦૬/૧૧/૨૦૧૯ ના રોજ સવારના ૯/૩૦ કલાકે નવા નાવડા થી જુના નાવડા ગામને જોડતા રસ્તાને સરકારની સુવીધાપથ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ બનાવવા માટેનું ખાત મુહુર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ રસ્તાનું ખાત મુહુર્ત ઓધવજીભાઈ મોણપરા(પટેલ સમાજ અગ્રણી નાવડા) તેમજ ઉપસ્થિત આગેવાનોના વરદહસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. બરવાળા તાલુકાના નવા નાવડા તેમજ જુના નાવડા ગામને જોડતો રોડ રાજ્ય સરકારની સુવિધાપથ યોજના અંતર્ગત રૂપિયા ૫૭ લાખના ખર્ચે આર.સી.સી.રોડ,રોડની બંને સાઈડ પેવરબ્લોક તેમજ ડીવાઈડર સહીતના કામો કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જામસંગભાઈ પરમાર(ઉપ પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ) સહીત નાવડા ગામના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleકોડીનાર તાલુકાના સરખડી ગામે સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ
Next articleલોકોમાં અહિંસા,પરોપકાર અને સેવાની ભાવના ઉજાગર થાય તે આશય થી “ગાંધી સંકલ્પ યાત્રા” એ ગાંધીમુલ્યો ને ઉજાગર કરવાનો પ્રયત્ન છે – ડો.ભારતીબેન શિયાળ