ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૦ માં જન્મ જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી રહેલ છે.પુ.બાપુને સ્મર્ણાજલિ અર્પવા સમગ્ર દેશ-દુનિયામાં માન.પ્રધાનમંત્રી મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન મુજબ જુદા-જુદા સામાજિક અને સ્વેચ્છિક સંગઠનો પણ વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે પુ.બાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા અને લોકોમાં અહિંસા,પરોપકાર અને સેવાની ભાવના ઉજાગર થાય તે આશય થી સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા ભા.જ.પા.અને સ્વેચ્છિક સંગઠનો અને શુભેચ્છકશ્રીનો ના સહયોગ થી ગાંધી સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ.
૧૫૦ કી.મી. પદયાત્રા “ગાંધી સંકલ્પ યાત્રા” માં અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાત્મા ગાંધીજીને કર્યાંજલિ અર્પવામાં આવી રહી છે.૧૦ દિવસ ની આ યાત્રા માં મહાત્મા ગાંધીજીએ કરેલા મહાવ્રતો અને સંકલ્પો પર મહામંથન થકી ગાંધીયુગની અનુભૂતિ કરાવવા આ “ગાંધી સંકલ્પ યાત્રા”નું સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા થયેલ આયોજન દરમ્યાન ગાંધીજીએ બતાવેલ ૧૧ મહાવ્રતો ના આધાર તેમજ લોકોમાં અહિંસા,પરોપકાર અને સેવાની ભાવના ઉજાગર થાય રૂટમાં આવતા તમામ ગામો અને શહેરોમાં વ્રુક્ષારોપણ,નો યુઝ પ્લાસ્ટિક અભિયાન,સફાઈ અભિયાન,પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો તેમજ સેવાભાવી સંસ્થાઓ/સ્વતંત્રય સેનાનીઓનું સન્માન જેવા કાર્યકમો થકી લોકોમાં જાગૃતતા લાવવા આજ રોજ તા.૦૫/૧૧/૨૦૧૯ ના બીજા દિવસ ની યાત્રાનો તળાજા તાલુકાના ટીમાણા ગામેથી શિવકુંજ આશ્રમ ના મહંતશ્રી પુ.સીતારામબાપુ દ્વારા યાત્રાને આશીર્વચન આપી પ્રસ્થાન કરાવ્યા બાદ દાત્રડ,ટાઢાવડ,કુંઢેલી,ઘાટરવાળા થી ઠળિયા સુધી યોજાયેલ.
ઠળિયા મુકામે સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા,લોકગાયક રામન ભરવાડ,લોક ગાયિકા દક્ષા પુરોહિત,સાહિત્યકાર બટુક ઠાકોર સહીત નામાંકીન્ત કલાકારો દ્વારા ગાંધી ડાયરો જેવા સાંકૃતિક કાર્યક્રમો યોજાયેલ જેમાં “સાંસદ આદર્શ ગામ” તરીકે ઠળિયા ગામ ની દત્તક લેવાની ઘોષણા સાંસદશ્રી દ્વારા કરવામાં આવેલ.