સંભવિત મહા વાવાઝોડાની સામે સલામતી માટે દરિયાપટ્ટીના વિસ્તારની મુલાકાત લેતી એનડીઆરએફની ટીમ

423

ગીર સોમનાથ જિલ્લાના દરિયાપટ્ટીના વિસ્તારમાં સંભવિત મહા વાવાઝોડાની સામે લોકોની સુરક્ષા અને સલામતી માટે આજે વેરાવળ તાલુકાના જાલેશ્ર્વર વિસ્તાર, ડાભોર, કિંદરવા અને વડોદરા-ઝાલા ગામની એનડીઆરએફની ટીમે મુલાકાત લીધી હતી.

    એનડીઆરએફની ટીમના કમાન્ડર પુષ્પરાઝ ત્રિપાઠી અને તેમની ટીમ સાથે ૨૫ જવાનો આજે વેરાવળ તાલુકાના દરિયાપટ્ઠીના અને ઝુપડપટ્ટીના વિસ્તારની મુલાકાત લઈ લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપી હતી. સંભવિત મહા વાવાઝોડા આવે તે દરમ્યાન લોકોને તેમની સલામતી માટે શું શું પગલા લેવા અને બચાવ કામગીરી કરવા માટે એનડીઆરએફની ટીમે માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મહા વાવાઝોડાની અસર દરિયાપટ્ઠી વિસ્તારમાં થાય તે દરમ્યાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કરાયો હતો.

  એનડીઆરએફની ટીમની સાથે મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ જણાવ્યું હતું કે, સભંવિત મહા વાવાઝોડાની અસર થાય તે દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સુરક્ષા, સલામતી અને રહેણાંક તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઈમરજન્સી સમયમાં લોકોનું સ્થળાંતર કરવાનું થાય ત્યારે લોકોને પુરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.  જાલેશ્ર્વર વિસ્તારની મુલાકાત દરમ્યાન ચીફ ઓફિસર જતીન મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleલોકોમાં અહિંસા,પરોપકાર અને સેવાની ભાવના ઉજાગર થાય તે આશય થી “ગાંધી સંકલ્પ યાત્રા” એ ગાંધીમુલ્યો ને ઉજાગર કરવાનો પ્રયત્ન છે – ડો.ભારતીબેન શિયાળ
Next articleમુસ્લિમ એકતા મંચ દ્વારા મહુવા માં કલેક્ટર ને આવેદન પત્ર પાઠવું