બાબરા તાલુકા માં ચાલુ સિઝની વરસાદ છેલ્લા ૪૦ વર્ષ માં રેકર્ડ બ્રેક નોંધાવવા ના કારણે અતિ વૃષ્ટિ થી ખેડૂતો ને મોટી નુકશાની અંગે તાત્કાલિક અસર થી સરકારી માધ્યમ મારફત કિશાન સંઘ ને સાથે રાખી સર્વે કરવા ની માંગ સહિત વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી ના ખેડૂતો ના બાકી બિન પિયત વીમા મળવા અંગે ખેડૂતો સાથે રાખી ધારદાર રજુવાત સાથે સ્થાનિક મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માં આવ્યું છે
વિગત મુજબ વધુ વરસાદ થી ખેડૂતો ના ઉભા પાક માં મોટું નુકશાન થયું છે અને સફેદ અને કાળા તલ સહિત ના કઠોળ જાતો ના પાક સદંતર નિષ્ફળ રહ્યા છે સાથો સાથ તાલુકા માં અવ્વલ નંબરે વાવેતર થતી મગફળી અને કપાસ માં વધુ વરસાદ થી મોટું નુકશાન અને હાલ મહા વાવઝોડા ના પગલે વરસેલા વરસાદ થી મગફળી ના તૈયાર પાક ના પાથરા સહિત સુકા ચારા અને કપાસ માં નુકશાની વર્તાઈ રહી છે ત્યારે સ્થાનિક તંત્ર અને જીલ્લા કલેકટરશ્રી ખેડૂત લગત તમામ કચેરી ના અધિકારી વર્તુળ સાથે કિશાન સંઘ ને સાથે રાખી તુરંત અતિ વૃષ્ટિ ના પગલે થયેલા નુકશાન અંગે સર્વે કરવા પ્રબળ માંગ ઉઠાવી છે
બહોળા ખેડૂત વર્તુળ સાથે રાખી કિશાનસંધ ના બાબરા તાલુકા પ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા,સહિત મંત્રી ભાનુભાઈ પાનશેરીયા યુવા પાંખ ના પ્રમુખ પરેશભાઈ કુંભાણી દ્વારા મામલતદાર કચેરી ખાતે ધારદાર રજુવાત સહિત આવેદન સુપ્રત કર્યું હતું.
તસ્વીર : ચિતરંજન છાટબાર