બાબરા પંથક માં રાની પશુ ના આંટા ફેરા થી ગામ ની શિમ માં બળદ નું મારણ કર્યું

522
બાબરા વિસ્તાર માં રાની પશુ આવી ચઢ્યા અને ખાખરીયા ગામે ગત રાત્રે બળદ નું મારણ કર્યા બાદ આજે મોડી સાંજે બે નરસિંહ કરીયાણા અને ખાખરીયા વચ્ચે જોવા મળ્યા ના સમાચારો મળી રહ્યા છે જ્યારે સ્થાનિક ફોરેસ્ટ વિભાગ ના સૂત્રો ના જણાવ્યા મુજબ ખેડૂત ના ખેતર માંથી રાની પશુ ના પગ ના પંજા ના નિશાન જોવા મળ્યા છે અને હાલ તંત્ર સતર્ક ભૂમિકા માં હોવાનું ફોરેસ્ટ ટિમ ના શ્રી મોરડીયા દ્વારા જણાવવા માં આવ્યું છે
કારીયાણા અને ખાખરીયા ગામ વચ્ચે આવેલ લીલા ભંગ વિસ્તાર માં બે રાની પશુ સ્થાનિકો દ્વારા જોવા માં આવ્યા નું જાણવા મળે છે અને આ પશુ લાઠી ના ક્રાકચ વિસ્તાર માંથી આવી ચઢ્યા હોવાનું અનુમાન થયું છે
બનાવ ના પગલે શિમ વિસ્તાર માં રહેતા ખેડૂતો પશુ પાલકો ભય ના ઓથાર નીચે રાત જગો અને ઠેર ઠેર સિંહ ની તપાસ માટે ટોળા બાઈક સ્વારો ઘૂમી રહ્યા નું જાણવા મળે છે
તસ્વીર : ચિતરંજન છાટબાર
Previous articleબાબરા તાલુકામાં અતિવૃષ્ટિ અંગે તાત્કાલિક સર્વે કરવા કિશાન સંઘ દ્વારા આવેદન અપાયું
Next articleઅમદાવાદના પ્રતિષ્ઠિત ન્યુ ક્લોથ માર્કેટની મુલાકાત લીધી : સમુહને બેટી બચાવો, બેટી પઢાઓ, જળસંરક્ષણ, પર્યાવરણ બચાવો અને પ્રાકૃતિક ખેતી અભિયાનોમાં સહયોગ આપવા અનુરોધ : રાજ્યપાલ