નગર પ્રાથમિક શિક્ષણ સમિત ભાવનગરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૭૦ જેટલા દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ શાળા અને વર્ગખંડની બહાર જઈ ઐતિહાસિક અને ભવ્ય સ્થળોની મુલાકાત લઈ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે તથા પોતાની સમકક્ષ બાળકોની સાથે દિવસભર રહી સમુહની ભાવના સાથે આનંદ કિલ્લોલ કરી શકે તેવા હેતુથી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના સૌજન્યથી સૌપ્રથમ વખત શિક્ષણ સમિત દ્વારા આજે મંગળવારે ગાંધીનગર વિધાનસભા, અક્ષરધામ વગેરે સ્થળોની મુલાકાતનો કાર્યક્રમ રાખેલ. વહેલી સવારે જીતુભાઈ વાઘાણીના કાળુભા રોડ ખાતે આવેલ કાર્યાલયેથી બસ રવાના થયેલ. આ કાર્યક્રમમાં બાળકોની સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ, શાસનાધિકારી જીગ્નેશભાઈ ત્રિવેદી અને સદસ્યો પણ જોડાયા હતા. બાળકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી.