બરવાળા પોલિસ મથક ખાતે કાયદો અને વ્યવસ્થાના જાળવવાના ઉમદા હેતુથી શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઇ. બરવાળા)દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી દિવસોમા ઇદે મિલાદના તહેવારને ધ્યાને લઈ સમાજીક સમરસતા જળવાઇ તે માટે બરવાળા શહેરના દરેક સમાજના આગેવાનો, હોદેદારો સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં એસ.વાય ઝાલા દ્વારા આગામી સમયમાં ઇદે મિલાદે તહેવાર કોમી એખાલસતાથી ઉજવાય,બરવાળા નગર પાલિકાના પ્રમુખ તથા આગેવાનો હાજર હોય તેમને શહેરમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવા, વેપારીઓને પોતાના વાહન યોગ્ય પાર્કિગ થાય અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તે માટે, દારૂ-જુગારીની બાતમી આપવા માટે તેમજ આગામી સમયમા રામમંદિર-બાબરી મસ્જીદ બાબતે સુપ્રિમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે તે સમયે શાંતિ અને સલામતિ બની રહે તે માટે તમામ બાબતો અન્વયે અપીલ કરવામાં આવી હતી.
બરવાળા પોલિસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રતાપભાઈ બારડ(પ્રમુખ બરવાળા ન.પા),શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઇ.), ભોલાભાઈ મોરી,સુલતાનભાઈ સાલેવાલા, ધર્મેન્દ્રસિંહ વેગડ,તાહેરઅલી વ્હોરા, શબ્બીરહુસેન વ્હોરા, રમેશભાઈ ત્રિવેદી, નટુભાઇ વાઘેલા,બલવંતસિંહ ગોહિલ સહિતના બરવાળા પંથકના સમાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.