પ્રિયંકા, દિપિકા બાદ હવે આલિયા પણ હોલિવુડમાં

750

મુંબઇ,તા. ૭
અભિનેત્રી આલિયા ભટ્ટ હવે બોલિવુડની ટોપની સ્ટાર અભિનેત્રીઓમાં સ્થાન મેળવી ચુકી છે. તે હવે દિપિકા અને પ્રિયંકા ચોપડા બાદ હોલિવુડની ફિલ્મોમાં જવા માટેની તૈયારી કરી રહી છે. ઇન્ટરનેશનલ સેલિબ્રિટીની શોધ પણ શરૂ કરવામાં આવી ચુકી છે.ય આલિયા ભટ્ટની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ રહેલા છે. તે ટુંક સમયમાં જ કરણ જાહરની નવી ફિલ્મ કરી રહી છે. સંજય લીલાની ગંગુબાઇ કાડિયાવાડી , પિતા મહેશ ભટ્ટની સડક અને એસએસ રાજામોલીની ફિલ્મ આરઆરઆરમાં કામ કરી રહી છે. આલિયા જુદા જુદા પ્રકારના રોલ કરી રહી છે. પ્રિયંકા ચોપડા, દિપિકા પાદુકોણ અને એશ્વર્યા રાય બચ્ચન બાદ હવે આલિયા હોલિવુડની ફિલ્મોમાં એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે. ચર્ચા છે કે આલિયા દ્વારા આની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. આના માટે તે હાલમાં વિદેશ પહોંચી હતી. આલિયાના નવા ફોટોશુટ વાયરલ થયા બાદ સોશિયલ મિડિયા પર તેની ચર્ચા જાવા મળી રહી છ. હકીકતમાં આલિયા ભટ્ટે અંડર વોટર ફોટોશુટ કરાવીને તમામને ચોંકાવી દીધા છે. તેમાં તે ખુબ ખુબસુરત દેખાઇ રહી છે. ફેન્સ ટિપ્પણી પણ કરી રહ્યા છે. આલિયાને હાલમાં અમેરિકામાં જાવામાં આવી હતી. જ્યાં તે તે કેટલાક ફોટો પડાવતી પણ નજરે પડી હતી. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે પોતાની ખાસ મિત્ર આકાંક્ષી રંજન કપુરની સાથે અમેરિકા પહોંચી હતી. તે એકત ઇન્ટરનેશનલ સેલિબ્રિટીની શોધ કરી રહી છે. હકીકતમાં એશ્વર્યા રાય અને બિપાશા બાસુએ સિમોને શિફિલ્ડને હાયર કરેલો છે. પ્રિયંકાએ અંજુલા જેવા એજન્ટસને રોકેલા છે. આલિયા માને છે કે આ નવા પગલાના કારણે તેને ફાયદો થશે. તે માને છે કે હોલિવુડની ફિલ્મ કરવા માટે આ શ્રેષ્ઠ સમય રહેલો છે. એજન્ટસની મદદથી તે હોલિવુડમાં એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે.

Previous articleતાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને અપાયો
Next articleઅમિતાભ સાથે કામ કર્યા બાદ મૌની રોય ખુબ ખુશ