રંઘોળા અકસ્માતના ભોગગ્રસ્ત પરિવારને તાપડીયા આશ્રમના મહંતનું ૧ લાખનું દાન

595
bvn2132018-7.jpg

રંઘોળા ગામે જે દુર્ઘટના સર્જાઈ અને તેમાં ૪૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે. સમગ્ર ગામમાં એકપણ ઘર એવું નહીં હોય કે જે ઘરમાં કોઈ સ્વજન ગુમાવ્યું ના હોય ત્યારે આ ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા સરકારની વિવિધ યોજના હેઠળ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે અનેકની માનવ જીંદગી અકસ્માતમાં હણાઈ ગઈ છે. આવા અકસ્માતના ભોગ બનેલ પરિવારોની વહારે આવીને સિહોર તાપડીયા આશ્રમના મહંત દ્વારા ડે.કલેક્ટર અને મામલતદારની ઉપસ્થિતિમાં આશ્રમ ખાતે ૧,૦૧,૦૦૦ ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવી દેશવાસી તરીકે ઋણ અદા કર્યુ છે. અગાઉ કાશ્મીર સહિત ગુજરાતમાં આવેલી આપત્તિ સમયે આ મહંત દાન આપી ચુક્યા છે. અહીં અશોકભાઈ ઉલવા સહિત મંદિર ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleશિક્ષણ સમિતિની પ્રા. શાળાના ૭૦ બાળકો ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાતે
Next articleકું.વાડા ફાટક પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો જબ્બે