હવેથી હોટલો, કેન્ટીન-રેસ્ટોરન્ટની સ્થિતિ ગ્રાહકો તપાસી શકશે : ફ્રૂડ એન્ડ સફેટી વિભાગ

965

ભાવનગરમાં આવેલી હોટલો, કેન્ટીન અને રેસ્ટોરાંમાં હવે ગ્રાહકો રસોડાની અંદર કેવી સ્થિતિ છે તે જોઈ શકશે. રસોડાની બહાર નો એડમીશન, વિધાઉટ પરમીશન અને એડમીશન ઓન્લી વીથ પરમીશન જેવા બોર્ડ માર્યા હોય છે જેને હટાવી લેવા ફૂડ એન્ડ સેફટી વિભાગે અધિકારીઓને આદેશ કર્યો છે.

રાજયના ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગનેટિડ અધિકારીઓએ હોટલો, કેન્ટી અને રેસ્ટોરાંમાં જઇ તાત્કાલિક તપાસ કરવી કે રસોડાની બહાર નો એડમીશન, વિધાઉટ પરમીશન અને એડમીશન ઓન્લી વીથ પરમીશન જેવા બોર્ડ માર્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરાવવાના રહેશે.

આ પરિપત્ર ને લઇ આજરોજ ભાવનગર કોર્પોરેશન દવારા ભાવનગર ની 10 થી 15 હોટલો,કેન્ટીન અને રેસ્ટોરન્ટમાં જઇ જે હોટલો માં નો એડમીશન તથા વિધાઉટ પરમીશન જેવા 4 થી 5 હોટલો,રેસ્ટોરન્ટમાં મારેલા બોર્ડ હતા તે કઢાવી નાખીયા હતા.

ને જે હોટલો,રેસ્ટોરન્ટમાં ખાની પીણી ની ખુલ્લી 40 થી 50 કીલો જેટલો જથ્થો નાશ કર્યો હતો. જેમાં ભાવનગરના આરોગ્ય અધિકારી ડો.સિન્હા, ફૂટ સેફટી ઓફિસર મનીષ પટેલ તથા દેવાંગ જોશી સહિત ના નિરીક્ષણ કર્યું હતું.

Previous articleવિન્ડિઝ સામે સ્મૃતિ મંધાનાએ સર્જેલા શ્રેણીબદ્ધ નવા વિક્રમો
Next articleવેરાવળમાં સુન્ની મુસ્લીમ જમાત ઘ્વારા રવિવારે જશ્ને ઈદે મીલાદુન્નબીની શાનદાર ઉજવણી કરાશે