વેરાવળ,
રવિવારના રોજ વેરાવળ સુન્ની મુસ્લીમ જમાત ઘ્વારા પરંપરા મુજબ જશ્ને ઈદે મિલાદુન્નબીનું જુલુસ કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ તકે વિવિઘ કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જેમાં સવારના *૭ કલાકે વેરાવળ ગાંઘીચોકમાં આવેલ મિનારા મસ્જીદમાં નબી સલ્લલાહો અલૈહીવસલ્લમના બાલ મુબારકની ઝીયારત કરાવવામાં આવશે અને સવારના ૯ કલાકે રંગીલાશાહ બાપુની દરગાહમાં નિયાઝનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ બપોરના ૩ વાગ્યે વેરાવળ સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ હાજી અબ્દુલમજીદની આગેવાની હેઠળ એક શાનદાર જુલુસ અરબચોકથી કાઢવામાં આવેલ તેનું રૂટ અરબચોકથી સુભાષ રોડ – ખોજાખાના રોડ – જૈન હોસ્પીટલ રોડ – ચાર ચોક – રામભારોસા રોડ – લાબેલા રોડ બહારકોટ બાપુના ડેલાથી થઈ અરબચોકમાં જુલુસ સંપન્ન થશે.* ત્યારબાદ આરબચોકમાં એક શાનદાર વાએજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. જેમા મૌલાના મુઝફફર રઝા તકરીર ફરમાવશે અને આ કાર્યક્રમ પુર્ણ થશે. આ વિવિઘ
કાર્યક્રમમાં તમામ મુસ્લીમ ભાઈઓને બહોળી સંખ્યામાં હાજરી આપવા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ હાજી અબ્દુલ મજીદ દિવાન ઘ્વારા ખાસ અપીલ કરવામાં આવેલ છે.