બોટાદ ખાતે ઈદે મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી-જી.પી.ચૌહાણ તેમજ બોટાદ પોલીસ સ્ટેશનના પી.આઈ-આર.બી.કરમટીયાની અધ્યક્ષતા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
જેમાં રવિવાર ના રોજ ઈદે મિલાદ ના તહેવારમાં હિન્દુ-મુસ્લિમ સમાજમાં ભાઈચારો જળવાઈ રહે અને આગામી દિવસોમાં રામ મંદીરના ચુકાદા ને લઈ બોટાદ શહેર સહીત ગ્રામ્ય પંથકમાં શાંતિ બની રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી.આ શાંતિ સમિતિની બેઠક માં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કોમી એકતા તેમજ બન્ને સમાજ વચ્ચે ભાઈચારો વધુ મજબુત કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી..
તસવીર-વિપુલ લુહાર