સિહોરની રામટેકરી ખાતે રામજીદાદાનું ચકલી બચાવવા માટે અનોખું અભિયાન

1805
bvn2132018-8.jpg

ચકલી એટલે વડીલો એ તો ખૂબ જ નિહાળી હશે ઘરમાં માળો બાંધીને રહે ખાસ કરીને ઉનાળામાં વધુ જોવા મળે. આમથી તેમ ઉડા ઉડ કરે અને ચી…ચી… થી ઘરમાં મીઠો ગુંજરાવ ફેલાવી દે એ ચકલી જે આજના બાળકોને માત્ર ચોપડીઓમાં કે મોબાઇલની સ્ક્રીન ઉપર જ જોવા મળતી હશે. આજે વિશ્વ ચકલી દિવસ એટલે જેને જોવો તે આજના દિવસે આ નાજુક ને સુંદર ચકલી ઉપર પ્રેમ ઉભરી આવશે મોટી મોટી બચાવો ની વાતો પક્ષી ઘરની વહેંચણી થશે અને રાત પડે એટલે ફરી ભાગદોડ ભરી જિંદગીમાં આ નાની ચકલી ભુલાઈ જશે. પણ આપણે ૩૬૫ દિવસ આ ચકલીને ખરા અર્થે બચાવવા માટે નક્કિ કરીએ તો કદાચ આ લુપ્ત થતી ચકલી બચી જશે. આપણા ઘરમાં કે આસપાસ ચકલીના માળાઓ રાખીએ તો તેમાં તે આવી પોતાનું ઘર વસાવશે અને એની જાળવણી કરવી એ આપણી ફરજ. આજે તો ચકલી ના વીડિયો કે ફોટો પાડવા માટે પણ ચકલી ગોતવા જવી અઘરી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ચકલી તો આપણી ગુજરાતની સંસ્કૃતિ સાથે ગૂંથાઈ ગયેલી છે ચકલી તો ભણવામાં આવતી ચકલીઓ પર ગીતો પણ લખાયેલા છે અને આપણા ગુજરાતી લેખક રમેશ પારેખ એ સરસ કહ્યું છે કે” તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ઘાડું મારે ફળિયે ચકલી બેસે એ મારૂં રજવાડું” આ નાની એવી વાતથી જ ચકલીનું મહત્વ લેખકે સમજાવી આપ્યું છે હવે તો જાગવાનું આપણે છે..
દરેક ઘરના ફળીયામાં કલબલાટ અને ચીંચીયારી કરતા ચકલીના અસ્તીત્વ સામે જોખમો ઉભા થયા છે. ત્યારે  સિહોરના રામટેકરી ખાતે રહેતા રામજીદાદા અને મુક્તામાં તરીકે જાણીતા એવા વયોવૃદ્ધ બન્ને પતિ પત્ની જેઓ પક્ષીઓ અને ખાસ કરીને ચકલી બચાવવા માટે એક અનોખુ અભિયાન  સાર્થક કરી રહ્યા છે.રામજીદાદા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં નાના ડબ્બાઓ અને બરણીઓ બાંધીઓ છે જેમાં અસંખ્ય ચકલીઓ સહિત પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે.ત્યારે અહીં રોજ પક્ષોઓ ચકલીઓને ચણ નાખવામાં આવે છે પહેલાંના સમયમાં ચકલીઓ કાચા મકાનના નળિયા વચ્ચેના ભાગમાં માળો બનાવતી પરંતુ ધીમે ધીમે મકાનો સિમેન્ટ,કોન્ક્રીટના બનવા લાગ્યા ત્યારથી ચકલીઓ લુપ્ત થતી ગઈ.શહેરોમાં ઝાડ પણ ઓછા થવા લાગ્યા ત્યારથી ચકલીઓ માળા બાંધવા માટે મુશ્કેલીઓ થાય છે.ત્યારે રામજીદાદાએ પશુ પક્ષીઓને રહેવા માટે માળા બનાવામાં આવ્યા છે..આમ સિહોરના રામજીદાદા ચકલીઓ અને પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ છે.ગામડા, શહેરોના કાચા મકાનોમાં અભેરાઇ ગોખલા પર અગાઉ ચકલી માળો બનાવતી હતી. પરંતુ હવે પાકા મકાનોમાં ચકલીને પણ ઘર મળતુ નથી. ખેત પાકોનું જીવાતથી રક્ષણ કરતી ચકલીનું રક્ષણ થવુ પણ જરૂરી છે.

Previous articleકું.વાડા ફાટક પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો જબ્બે
Next articleધારડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટેમ્પા સાથે બે ઝડપાયા