ધારડી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટેમ્પા સાથે બે ઝડપાયા

1277
bvn2132018-9.jpg

ભાવનગર-મહુવા રોડ પર ધારડી ગામ પાસેથી એલસીબી ટીમ, ટ્રાફીક શાખા અને અલંગ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી આધારે ઈંગ્લીશ દારૂ ભરેલા ટેમ્પા સાથે બે શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર એલ.સી.બી સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા તથા પ્રોહી. અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ધારડી ગામે આવતાં પો.કો.ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકિકત મળેલ કે,એક સફેદ કલરનાં ટાટા-૪૦૭ ટેમ્પો રજી.નં.જીજે ૩ર ટી ૨૭૨૧માં નીચેનાં ભાગે બનાવેલ ખાનાંમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી બે ઇસમો ભાવનગર-મહુવા રોડ ઉપરથી મહુવા તરફ જવાનાં છે.જે હકિકત આધારે એલ.સી.બી. તથા અલંગ પો.સ્ટે. તથા ભાવનગર ટ્રાફિક શાખાનાં સ્ટાફનાં માણસોએ સંયુકત રીતે ભાવનગર-મહુવા રોડ ઉપર વાહન ચેકીંગ કરતાં હતાં.તે દરમ્યાન ઉપરોકત વર્ણનવાળો ટેમ્પો આવતાં તેને રોકી જોતાં તેમાં ટેમ્પો ચાલક અબ્બાસભાઇ આદમભાઇ નાયા ઉ.વ.૩૮ તથા તેની સાથે બેસેલ ફરીદભાઇ રખાભાઇ ઉનડજામ ઉ.વ.૩૫ રહે.બંને ઉમેજ તા.ઉના જી.ગીર સોમનાથવાળા મળી આવેલ.તેઓનાં ટેમ્પાની જડતી તપાસ કરતાં ટેમ્પામાં બનાવેલ ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડનીકંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૧૩ કિ.રૂ.૧,૨૩,૯૦૦/- ,ટેમ્પો કિ.રૂ. ૫,૦૦, ૦૦૦/- તથા તેઓ બંનેની અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ-૩ કિ.રૂ.૪,૦૦૦/- મળી કુલ રૂ.૬,૨૭,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે બંને વિરૂધ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, ભીખુભાઇ બુકેરા, ધર્મેન્દ્દસિંહ સરવૈયા, સંજયસિંહ ઝાલા, જયરાજસિંહ ખુમાણ, તરૂણભાઇ નાંદવા, ડ્રાયવર ચિંતનભાઇ રાવળ તથા અલંગ પો.સ્ટે.નાં વિઠ્ઠલભાઇ ચૌહાણ, સુરજીતસિંહ સરવૈયા તથા ટ્રાફિક શાખાનાં કુંવરસિંહ ગોહિલ, ભરતસિંહ ગોહિલ, યાદવભાઇ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં. 

Previous articleસિહોરની રામટેકરી ખાતે રામજીદાદાનું ચકલી બચાવવા માટે અનોખું અભિયાન
Next articleસર ટી. હોસ્પિટલમાંથી ચોરી કરેલ બાઈક સાથે બે ઝડપાયા