વરતેજ તાબેના ભંડારિયા ગામે એક સાથે ચાર સ્થળો પર ચોરીના બનાવ બનવા પામ્યા છે. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વરતેજ તાબેના ભંડારિયા ગામે ૩ નાળા પાસે એક રહેણાંકી મકાન અને દુધની ડેરી તેમજ પાનની દુકાનના કોઈ અજાણ્યા તસ્કરોએ તાળા તોડી ચોરી કર્યાની વાત જાણવા મળી હતી. બનાવ બનતા સમસ્ત ગ્રામજનો એકઠા થયા હતા અને વરતેજ પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.