ભાવનગર મહિલા મોરચા દ્વારા આજે તરસમિયા ખાતે ખારસી, ઘનશ્યામનગરમાં આવેલ પ્રાથમિક શાળાની બહેનોને રૂબેલા રસી ફ્રીમાં મુકી આપવાનો કેમ્પ પીએનઆર સોસાયટી, ભાવનગરના સહયોગથી આયોજન કરવામાં આવેલ.
જેમાં પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ભાવનગરના મેયર નિમુબેન બાંભણીયા, મહિલા મોરચાના અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસ, મહામંત્રી બિન્દુબેન પરમાર, ઉમાબા ઝાલા, પીએનઆર સોસાયટીના કેતનભાઈ રૂપેરા, પ્રજ્ઞાબેન, જીજ્ઞેશભાઈ પારેખ, શાળાના આચાર્ય હર્ષાબેન પંડયા સહિતના હાજર રહ્યાં હતા.
૧૪૦ બહેનોને ફ્રીમાં રૂબેલાની રસી મુકી આપવામાં આવી હતી અને બહેનોને આ અંગે માર્ગદર્શન અને રસીકરણથી થતા ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શહેર સંગઠનનું માર્ગદર્શન, શહેર અધ્યક્ષ, મહામંત્રીઓ, શહેર સંગઠનના પદાધિકારી બહેનો, મહિલા મોરચાના પદાધિકારીઓ, નગરસેવક બહેનો, કારોબારી સભ્ય બહેનો, વોર્ડ મહિલા મોરચાના બહેનો, શાળાના શિક્ષક બહેનો, પીએનઆર સોસાયટીની ટીમે જહેમત ઉઠાવી હતી.