અયોધ્યા રામમંદીર મુદ્દે આવેલ ચુકાદાને સન્માન સાથે સ્વીકારતા વલ્લભીપુર હિન્દુ- મુસ્લીમ સમાજના લોકો તથા બંન્ને સમાજે એકબીજાને મીઠાઇ આપી મોઢુ મીઠુ કરાવવામાં આવ્યુ તેમજ અન્ય લોકોને પણ શાંતી રાખવા અપીલ કરવામાં આવી તેમજ વલ્લભીપુર પો.સબ.ઇન્સ.શ્રી એમ.ડી.મકવાણા સાહેબે પો.સ્ટાફ તથા હો.ગાના માણસો સાથે વલ્લભીપુર ટાઉનમાં ફુટ પેટ્રોલીંગ કરી તેમજ વલ્લભીપુર તાલુકા વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગ્ય બંદોબસ્ત ચાલુ રાખેલ
અયોધ્યા રામમંદીર મુદ્દે આજ રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદા ને વલ્લભીપુર હિન્દુ- મુસ્લીમ સમાજના આગેવાનોએ ભાવનગર લોકસભા ના સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિમાં કોમી એકતા દર્શાવી સુપ્રીમ કોર્ટ ના ચુકાદાને શિરોમાન્ય રાખી એકબીજા ને મિઢાઈ ખવડાવી ચુકાદાને આવકારવામાં આવેલ
આજરોજ તા.૦૯/૦૧૧/૨૦૧૯ ના રોજ અયોધ્યા રામમંદીર મુદ્દે ચુકાદો આવવાનો હોય જે અંગે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. શ્રી એમ.ડી.મકવાણા સાહેબનાઓએ વલ્લભીપુર પો.સ્ટે.ના વિસ્તારના હિન્દુ- મુસ્લીમ સમાજના આગેવાનો ને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં શાંતી સમીતી ની મીટીંગ આયોજન કરેલ જે મીટીંગના અધ્યક્ષ સ્થાને પો.સબ.ઇન્સ.શ્રી એમ.ડી.મકવાણા સાહેબ તથા વલ્લભીપુર નાયબ મામલતદારશ્રી એચ.આર.શાહ સાહેબની હાજરીમાં હિન્દુ સમાજના દીલીપભાઇ શેટા તથા નીતીનભાઇ ગુજરાતી તથા લાભુભાઇ સોલંકી તથા પ્રતાપભાઇ પરમાર તથા વલ્લભભાઇ કાંબડ તથા અશોકભાઇ ચાવડા તથા અજીતસિંહ ગોહિલ તથા જયદેવસિંહ ગોહિલ તથા જામસંગભાઈ ચાવડા તેમજ મુસ્લીમ સમાજના આગેવાનોમાં યુસુફભાઇ બલોચ તથા યુનુસભાઇ મહેતર તથા અહેમદભાઇ જુણેજા તથા હનીફભાઇ ખોખર તથા સલેમાનભાઇ ભાડુલા હાજર રહેલ જે તમામ આગેવાનોને શાંતી જળવાઇ રહે તે માટે મકવાણા સાહેબે અપીલ કરેલ બાદ મુસ્લીમ સમાજમાંથી અહેમદભાઇ જુણેજાએ જણાવેલ કે ભારત દેશ એ બિનસાંપ્રદાયીક રાષ્ટ્ર છે તે દેશમાં રાષ્ટ્રના હિતમાં જે નિર્ણયો લેવાતા હોય તેમાં સહભાગી થઇ શાંતી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે.અમારા મુસ્લીમ સમાજ તરફથી શાંતી રહેશે તેવી બાહેંધરી આપેલ તેમજ સામાપક્ષે હિન્દુ સમાજ તરફથી પણ શાંતી જળવાઇ રહેશે.તેવી વાત કરેલ તેમજ આવતીકાલ તા. ૧૦/૧૧/૧૯ ના રોજ ઇદે-મીલાદ તહેવાર નીમીતે નીકળનાર જુલુસ પણ મુસ્લીમ સમાજ તરફથી બંધ રાખવામાં આવેલ જે સરાહનીય છે.બાદ પો.સબ.ઇન્સ.શ્રી એમ.ડી.મકવાણા સા. નાઓએ સૌનો આભાર વ્યકત કરેલ છે.
તસ્વીર-ધમૅન્દ્રસિંહ સોલંકી