શહેરના ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર પાસે સવારના સમયે રીક્ષામાંથી રોકડની લૂંટ ચલાવનાર ઘોઘારોડ ૧૪ નાળા પાસે રહેતા શખ્સને ગંગાજળીયા પોલીસ સ્ટાફે ગંગાદેરી પાસેથી રોકડ મત્તા સાથે ઝડપી લીધો છે. ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી.સ્ટાફનાં પો.સબ.ઇન્સ. એમ.એસ.જાડેજા તથા ડી. સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારોની તપાસમા હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ જયરાજસિંહ જાડેજાને બાતમી હકીકત આધારે આ કામના આરોપી સોહિલ ઉર્ફે નનું હનીફભાઈ કળદોરીયા ઉવ : ૨૦ રહે- ઘોઘારોડ ૧૪ નાળા પાસે ભાવનગરવાળો ગંગાજળિયા તળાવ ગંગાડેરી આવાનો છે જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ વોચમાં રહેતા મજકુર ઈસમ આવતા તેને પકડી ચેક કરતા તેના પેન્ટના ખિચ્ચામાથી રોકડા રૂપિયા ૩૮,૫૦૦ના મુદામાલ સાથે મળી આવેલ. આરોપીની પુછપરછ કરતા તેણે તા.૧૯/૩ સવારના સમયે ઘોઘાગેટ ચોક વિસ્તારમાં આવેલ બિઝનેસ સેન્ટર પાસે રિક્ષામાંથી ઝૂટવી લઇ લૂંટ કરેલ હોવાની કબુલાત કરેલ છે. આ અંગે ગંગાજળિયા પો.સ્ટે.માં ઇપીકો કલમ ૩૯૨ મુજબ નો ગુન્હો ફરિયાદી રાજેશભાઇ પ્રવીણભાઈ બારૈયા રહે ક .પરા, ભાવનગરવાળાએ ગઇ તા.૧૯/૦૩ના રોજ આ લૂંટ અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ.