મુસ્લિમ સમાજ ના મહાન પેગમ્બર અને અવલ આખિર નબી મહમદ સાહેબ. ના જન્મ દિવસ ( જશ્ને વીલાદત્ત ) ઈદ મિલાદૂન નબી ના મુબારક નિમિતે મહુવા માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નું શાનદાર આયોજન કરવા માં આવ્યું હતું
મહુવા માં ફાતેમા સોસાયટી મસ્જિદ ફાતેમા પાસે થી શાનદાર જુલુસ નીકળી ને શહેર ના મુખ્ય માર્ગો પર પસાર થયું હતું આ તકે સરબત. નિયાઝ સહીત ની ચીજ વસ્તુ યો બાળકો ને તકસિમ કરવા માં આવી હતી ત્યારે મહુવા માં હિન્દૂ મુસ્લિમ એકતા સાથે સંપૂર્ણ ભાઈ ચારા અને સાદગી પૂર્વક તમામ સમાજ ના આગેવાનો જોડાયા હતાં અને હુસેની યુથ દ્વારા નવકાર બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ ચોકી પાસે યોજાયો હતો જેમાં જાજી માત્રા માં બ્લડ એકત્રિત કરાયું હતું અને જુલુસ માં મહુવા પોલીસ દ્વારા બંદોબસ્ત રાખી ને પૂરતો સહયોગ અપાયો હતો જુલુસ માં તમામ લોકો બહોળી સંખ્યા જોડાયા હતા અને મસ્જિદ મોલા અલી પાસે દરૂદ સલામ સાથે સમાપ્ત થયું હતું.
તસ્વીર/અહેવાલ : શાહિદ ભટ્ટી