ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે માન.મંત્રી વિભાવરીબેન દવે પ્રેરીત ભાવનગર ખાતે યોજાઈ ચુકેલા મેગા મેડિકલ કેમ્પમા સેવા આપનારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમા માન.મંત્રીએ મેયર મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શહેર સંગઠનના રાજુભાઈ બાંભણીયા, યોગેશભાઈ બદાણી, જિલ્લા આયોજન અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ ઠાકર, મેડીકલ કોલેજના ડિન ડૉ.હેમંત મહેતા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.તાવીયાડ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રીપાંડે, શહેરી વિસ્તારના મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.સિન્હા, સર.ટી.હોસ્પિટલના મેડીકલ સુપ્રી. ડો.વિકાસ સિન્હા, વહિવટી અધિકારી હાર્દિક ગાઠાણી, આર.એમ.ઓ. ડૉ. તુષાર આદેશરા, પેરા મેડીકલ, ફાર્મસી, સિક્યુરીટી મહિલા તથા પુરુષ, બ્લડ બેંક સ્ટાફ, આઉટસોર્સના પુરુષ તથા મહિલા કર્મચારીઓ, વર્ગ ૪ના કર્મચારીઓ, મહાનગરપાલિકાના સ્ટાફ સહિતનાને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.
વિભાવરીબેન દવે એ જણાવ્યુ હતુ કે મારા સ્વર્ગસ્થ પતિની પુણ્યતિથિએ માવતર સંસ્થા તેમજ રાજ્ય સરકારના સુંદર સહયોગથી ભાવનગરની એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમા અંદાજે ૧૭ હજાર જેટલા દર્દીઓને સ્થળ પર તપાસી જરૂરી સારવાર માટે કેટલાક દર્દીઓને સર.ટી. હોસ્પિટલ ભાવનગર તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતા. આ મેગા મેડીકલ કેમ્પમા સેવા આપનારને આજે ટ્રોફી તેમજ સન્માન પત્ર અર્પણ કરી હુ ધન્યતા અનુભવુ છુ અને સાથે સાથે તમામને નતમસ્તક વંદન કરી ઋણ સ્વિકાર કરી રહી છુ.
આ કાર્યક્રમને અંતે સમુહમા રાષ્ટ્રગીતનુ ગાન કરવામા આવ્યુ હતુ.