બાબરાતા.૧૧
સૌરાષ્ટ્ર માં ચાલુ સીજન માં પડેલા વરસાદ થી કપાસ સિવાય ના તમામ ઉભા પાકો માં વધુ ઓછી નુકશાની ખેડૂત વર્ગ ને સહન કરવી પડી આવા સમયે કપાસ ઉત્પાદન માં પૂરતા પાણી ના કારણે બાબરા તાલુકો નું કપાસ ઉત્પાદન દોઢું બમણું થવા ના અંદાજ વચ્ચે બાબરા માર્કેટ યાર્ડ માં દિવાળી વેકેશન ખુલતા ની સાથેજ કપાસ વેચાણ કરવા માટે ખેડૂત વર્ગ માં જબરા ઉત્સાહ વચ્ચે બાબરા યાર્ડ ખાતે આજે ૩૨ થી ૩૫ હજાર મણ ની ધીંગી આવક સાથે બાબરા માર્કેટ યાર્ડ ના શેડ કપાસ ભરવા માં ટુકા પડ્યા હોવાનું અને સવાર થી સાંજ સુધી હાઇવે રોડ સુધી કપાસ ભરેલા વાહનો ના થપ્પા લગેલા જોવા મળ્યા હતા બાબરા માર્કેટયાર્ડ ના સેકેટરી અજયભાઈ પંડ્યા ના જણાવ્યા મુજબ બાબરા યાર્ડ માં અન્ય જણસી ની સામાન્ય આવકો અને કપાસ વેચાણ નું સૌરાષ્ટ્ર માં બીજા કર્મે ગણાતું ખુલ્લું બઝાર છે બાબરા ખાતે ચાલતા જીનીંગ પ્રોસેસિંગ ઉદ્યોગ ના કારણે કાચા માલ કપાસ ની સીઝન દરમ્યાન કાયમી મોટી જરૂરીયાત રહે છે અને આ જરૂરીયાત અને માલ સ્ટોક કરવાના કારણેસામાન્ય ભાવો માં વધારો જોવા મળે છે.
આજે માર્કેટયાર્ડ માં રેકર્ડબ્રેક આવક ના કારણે એક શેડ માં કપાસ ની હરરાજી પેન્ડીંગ રહી છે જયારે કપાસ ના ભાવ નીચા ૮૩૦ ઉચા ૧૦૩૫ સુધી ખુલ્લી હરરાજી માં ભાવ બોલાયા હતા સવારે વાહનો અને બળદ ગાડા મારફતે આવેલા કપાસ ની હરરાજી સવાર ના ૯ વાગ્યા થી શરૂ કરી અને બપોર ના ૨ વાગ્યા સુધી શરૂ રાખ્યા બાદ ગાંસડી ની હરરાજી કરવા માં આવી હતીબાબરા અમરેલી સહિત ગઢડા ભાવનગર અને રાજકોટ જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર નો જથ્થો માર્કેટયાર્ડ માં ઠલવાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર માં પહેલ ગણી શકાય તેમ બાબરા માર્કેટયાર્ડ માં ખેડૂતો માટે સામાન્ય રકમ માં ખેડૂત ભોજનાલય સહિત ની વ્યવસ્થા કાયમી ઉપલબ્ધી તરીકે બાબરા માર્કેટયાર્ડ દ્વારા તાલુકા ના કેન્સર ગ્રસ્ત ની સારવાર માટે આર્થિક અનુદાન અને ખેડૂત અકસ્માત મૃત્યુ સમયે પરિવાર ને શાંત્વન મદદ આર્થિક સહાય આપવા ની સેવા સહિત વિનામુલ્યે એમ્બ્યુલન્સ સુવિધા ની બેનમુન સેવા ઉપલબ્ધ હોવાનું ચેરમેન શ્રી જીવાજીભાઈ રાઠોડ દ્વારા જણાવવા માં આવ્યું છે