લાઠી શહેર માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત સાતમાં સમૂહ લગ્નોત્સવ માં ૨૫ નવદંપતિ ઓ એ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી હતી. લાઠી શહેર માં લાઠી લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતી એ સપ્તપદી ની પ્રતિજ્ઞા અને આદર્શ દામ્પત્ય જીવન ની શીખ આપતા અનેકો મહાનુભવો સંતો ઉદારદીલ દાતા ઓ ની ઉપસ્થિતિ માં ભવ્ય રીતે સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા લાઠી લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત સાતમા સમૂહ લગ્નોત્સવ માં કાગવડ ખોડલધામ ના નરેશભાઈ પટેલ રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિદભાઈ ધોળકિયા લાઠી ભામાશા મનજીભાઈ ધોળકિયા શિવમ જેવલર્સ ના ઘનશ્યામભાઈ શંકર સાંસદ કાછડીયા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા માજીધારા સભ્ય બાવકુભાઈ ઉઘાડ ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ૨૫ નવદંપતી ઓ ને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ની શુભેચ્છા પાઠવી હતી.

લાઠી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન ઉદારદીલ દાતા ઓ સ્વંયમ સેવકો ના સંકલન થી સાત માં સમૂહ લગ્નોત્સવ ની ઉત્તમોત્તમ વ્યવસ્થા ની સરાહના કરતા અનેકો મહાનુભવો અભિભૂત થયા હતા લાઠી સમસ્ત લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૨૫ નવદંપતિ ઓ ને સામાજિક સંવાદિતા સંયુક્ત કુટુંબ ભાવના ની શીખ સાથે ઉદારહાથે કરીયાવર ની ભેટ અપાય હતી હજારો ની વિશાળ હાજરી માં સાતમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા