ભાજપના બળવંતસિંહને ફટકો, ECને પક્ષકાર ન બનાવી શકાય : હાઇકોર્ટ

620
guj1322018-5.jpg

રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીતને પડકારતી અરજીમાંથી એકનો નિકાલ ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. હાઇકોર્ટે કોંગ્રેસની દલીલો માન્ય રાખતાં જણાવ્યું કે અરજદાર ચૂંટણીપંચને પક્ષકાર ન બનાવી શકે. બળવતંસિંહે કરેલી અરજીના આ પહેલાં ઇલેક્શન કમિશનરે કરેલા ઓર્ડરની માન્યતાને પડકારી ન શકાય તેમ પણ જણાવવામાં આવ્યું હતું. આમ છતાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે અરજદાર તેમની રજૂઆતમાં આ મુદ્દો ઉઠાવી શકે છે અને કોર્ટ તે અંગે ચકાસણી કરશે.
ભાજપના બળવંતસિંહ રાજપૂતે અહેમદ પટેલને વિજેતા જાહેર કરતાં ઇલેક્શન કમિશન, ઉમેદવાર સહી, ઇલેક્શન રુલ્સ અને સિગ્નેસતર સહિતના મુદ્દાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અહેમદ પટેલની જીતને પડકારી હતી.. આ કેસમાં ઇલેક્શન કમિશનને પક્ષકાર બનાવાતાં મુદ્દો ઉઠ્યો હતો કે તેને પક્ષકાર બનાવી શકાય કે નહીં, આ મુદ્દે આજે હાઇકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ન બનાવી શકાય. આ કેસમાં કોંગ્રેસ વતી વકીલ તરીકે દિગ્ગજ નેતા કપિલ સીબલ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે ભાજપ વતી વકીલ તરીકે નિરુપમ નાણાવટીએ જણાવ્યું હતું કે અમે ઇલેક્શન કમિશનને પહેલેથી જ પક્ષકાર તરીકે જોડ્યાં છે તેથી પાછળથી ઇલેક્શન કમિશનમાં કોઇ રજૂઆતનો પ્રશ્ન ન રહે. ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ઇલેક્શન કમિશનને પક્ષકાર બનાવવાને મુદ્દે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે આ ચૂકાદો આપતાં હાઇકોર્ટે જણાવી દીધું છે કે ઇલેક્શન કમિશનને પક્ષકાર બનાવી શકાય નહીં અને અરજી કાઢી નાંખી હતી. જ્યારે અન્ય મુદ્દાઓને લઇને વધુ સુનાવણી આગળની મુદતમાં કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયથી બળવંતસિંહ રાજપૂતને મોટો ફટકો પડ્યો છે.

Previous articleગરીબોને મળતા અનાજનો ૧ર હજાર કરોડનો જથ્થો સગેવગે કરી કૌંભાંડ : પરેશ ધાનાણી
Next articleબોર્ડ પરીક્ષા : ૧૦ના ગણિતના પેપરે રાતાપાણીએ રડાવી દીધા