મુંબઇ,તા. ૧૧
કરીના કપુર હાલમાં આમીર ખાનની સાથે તેની ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત છે. કરીના કપુરના રોલને લઇને માહિતી મળી શકી નથી. જા કે તેના લુકને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. કરીના કપુર દેશી અવતારમાં નજરે પડનાર છે. લાલ સિંહ ચડ્ડા નામની ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં તે દેશી લુકમાં નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ ચંદીગઢમાં કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મના સેટ પરથી કરીના કપુરના જે ફોટો આવ્યા છે તેના પરથી કહી શકાય છે કે કે તે ફિલ્મમાં દેશી લુકમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તે આમીર ખાનની પ્રેમિકાની ભૂમિકામાં નજરે પડનાર છે. તે આ પહેલા કેટલીક વખત આમીરની ઓફિસમાં સ્ક્રિપ્ટ રિડિંગ માટે પણ પહોંચી હતી. ફિલ્મનુ નિર્દેશન અદ્યૈત ચંદન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. વાયકોમ ૧૮ સ્ટુડિયો અને આમીર ખાન નિર્માતા તરીકે છે. આ ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસના દિવસે રજૂ કરવામાં આવી શકે છે. આ પહેલા આમીર ખાન અને કરીના કપુર વર્ષ ૨૦૧૨માં આવેલી તલાશ ફિલ્મમાં એક સાથે દેખાયા હતા. તે પહેલા આ જાડી વર્ષ ૨૦૦૯માં થ્રી ઇડિયટ્સ નામની ફિલ્મમાં નજરે પડી હતી. આમીર ખાન અને કરીના કપુરની જાડીની ખુબ પ્રશંસા થ્રી ઇડિયટ્સમાં થઇ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. કરીના કપુર ફિલ્મને લઇને આશાવાદી છે. બીજી બાજુ આમીર ખાન પણ છેલ્લા કેટલાક સમયથી કોઇ મોટી સુપરહિટ ફિલ્મ આપી શક્યો નથી. જેથી તેની પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી આમીર ખાન અને શાહરૂખ ખાન કોઇ મોટી સુપરહિટ ફિલ્મ આપી શક્યા નથી. કરીના કપુર અને આમીર ખાન લાલ સિંહ ચડ્ડા ફિલ્મને લઇને ભારે ખુશ દેખાઇ રહ્યા છે.