મુંબઇ,તા. ૧૧
બોલિવુડમાં સ્ટાઇલ આઇકોનના રૂપમાં લોકપ્રિય ફેમસ અભિનેત્રી સોનમ કપુરની ૨૦૧૯માં બે ફિલ્મ રજૂ કરવામાં આવી ચુકી છે. જેમાં એક લડકી કો દેખા તો એસા લગા અને જાયા ફેક્ટરનો સમાવેશ થાય છે. ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી. હવે સોનમ કપુરના હાથમાં વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. જે તેની કેરિયરમાં નવા પ્રાણ ફુંકી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ સોનમ કપુર વર્ષ ૨૦૧૧માં રજૂ કરવામાં આવેલી કોરિયરન ફિલ્મ બ્લાઇન્ડના સત્તાવાર રીમેક ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ નિર્માતા સુજાય ઘોષ આ ફિલ્મનુ નિર્માણ કરનાર છે. ફિલ્મના નિર્દેશક તરીકે શોમ માઝિકા રહેનાર છે. મળેલી માહિતી મુજબ નિર્માતા સ્ક્રિપ્ટ પર કામ કરવાની સાથે સાથે સ્ટારકાસ્ટના મામલે પણ વાતચીત કરી ચુક્યા છે. સોનમ કપુરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે સોનમ કપુરની સાથે યાદગાર ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. તેઓ એવા મોટા વિશ્વાસમાં માનતા નથી જ્યા શો પિસ તરીકે રહે છે. તે કોઇ નાના અને મોટા રોલમાં વિશ્વાસ કરવાના બદલે યાદગાર ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે ચાહકો જ્યારે ફિલ્મ થિયેટરથી બહાર નિકળે ત્યારે તેમને સોનમ કપુરના રોલને યાદ રહી જવુ જાઇએ. દિલ્હીમાં તે બિટ્ટુ શર્માની યાદગાર ભૂમિકા કરી ગઇ હતી. પેડમેનમાં પણ તેની બૂમિકા પરી વાલિયાની યાદગાર રહી હતી. સોનમ કપુર લગ્ન કર્યા બાદ જુદી જુદી ભૂમિકા અદા કરી રહી છે. અનિલ કપુરની પુત્રી સતત લગ્ન બાદ પણ સક્રિય રહી છે. સોનમ કપુરની એક્ટિંગ કુશળતાથી તમામ ચાહકો પ્રભાવિત રહ્યા છે. વિતેલા વર્ષોમાં તે કેટલીક યાદગાર ભૂમિકા અદા કરી ચુકી છે. જેમાં પ્રેમ રતચન ધન પાયો ફિલ્મનો પણ સમાવેશ થાય છે. જેમાં સલમાન ખાન હતો.