બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવેલ ભાદર નદી માં ગામલોકો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી.10 હજાર કરતા વધુની વસ્તી ધરાવતા નાગનેશ ગામમાં ચોમાસામાં વરસાદ દરમ્યાન ગામમાં આવેલી ભાદર નદી માં વારંવાર પાણી આવતા ગામલોકો ને જવા આવવા માટે આ એકમાત્ર રસ્તો હોય જ્યારે વારંવાર નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવે છે અને હાલમાં પણ આ નદીમાં પાણી વહેતુ છે.ત્યારે આ પ્રકારની તકલીફ ને કારણે નાગનેશ ગામલોકો એ પોતાની હાથે ટ્રેક્ટર અને જી.સી.બી.મશીન દ્રારા નદી માં પથ્થર અને માટી નાખી અવર જવર માટે રસ્તો બનાવ્યો હતો પણ સતત વરસાદ પડવાને કારણે આ બનાવેલો રસ્તો ત્રણવાર નદીના ધસમસતા પાણીના પ્રવાહ માં ધોવાઈ ગયો હતો.ત્યારે નાગનેશ ગામ લોકો દ્રારા આ રસ્તો ફરીવાર હાથે બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તો આગામી સમયમાં પાણીના પ્રવાહમાં ધોવાઈ ના જાય તે માટે નાગનેશ ગામના ડેલીગેટ રમેશભાઈ રંગાણી તેમજ ઉપ.સરપંચ દ્રારા નાગનેશ ગામની ભાદર નદીમાં વચ્ચે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી અને આ કથા માં નાગનેશ ગામના લોકો દ્રારા સત્યનારાયણ ભગવાનને પ્રાથના કરવામાં આવી હતી કે આ રસ્તો ફરીવાર ધોવાઈ ન જાય આ કથા માં નાગનેશ ગામના લોકો મોટી સંખ્યા હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર