મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ પર ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા ગાંધીજીના વિચારો, સિદ્ધાંતો અને અહીંસાના ભાવ જન-જન સુધી પહોચે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા પોતાના મતવિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રા દ્વારા પદયાત્રા યોજાય અને પદયાત્રા જે માર્ગો પરથી પસાર થાય ત્યાં ગાંધીજીના વિચારો, સિધ્ધાંતો અને અહીંસાના સંદેશ સાથે સાથે વિવધ અભિયાનો, કાર્યક્રમો અને જન જાગૃતિના કાર્યો થકી ગામ ગામ અને જન જન સુધી ગાંધી વિચારધારાને પહોચાડવાનો પ્રમાણીક પ્રયત્ન થાય એવા હેતુથી ભાવનગર મહાનગરમાં અને ગાંધી સંકલ્પ યાત્રા ભાવનગર મહાનગર ખાતે યોજાઈ હતી. જેનું પ્રસ્થાન ગાંધી સ્મૃતિ ખાતેથી કરવામા આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શીયાળ, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મેયર મનહરભાઈ મોરી સહિતના મહાનુભાવો જાડાશે.
ગાંધીજીની પ્રતિમા, બેનર, હોર્ડીંગ્સ, સ્લોગનો, સુત્રો ટેબલો, ગાંધી ટોપી પહેરેલા વિશાળ નગરજનો સાથે ભવ્ય યાત્રા ભાવનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શીવરામ રાજ્યગુરૂ ચોક, શહીદ સ્મારક, દીવાનપરા રોડ, બાર્ટન લાયબ્રેરી, વોરા બજાર શહિદ ભગતસિંહ ચોક, ઘોઘાગેઈટ, ગંગા જળીયા તળાવ થઈ જશોનાથ સર્કલ ખાતે પૂર્વની યાત્રા સમાપન થઈ હતી.
જ્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભાની યાત્રા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે બોરતળાવ કુમુદવાડીના નાકાએથી પ્રસ્થાન થઈ પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષ, હાદાનગર, અક્ષરપાર્ક, નારીરોડ, કુંભારવાડા સર્કલ, રેલ્વે ક્રોસીંગ વડવા તલાવડી થઈ ચાવડીગેટ ખાતે સમાપન થઈ હતી.