ગુરૂનાનક દેવની 550 મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

521

ભાવનગર શહેરનાં રસાલા કેમ્પ, સીંધુનગર વિસ્તારોમાં આવેલા ગુરૂદ્વારાઓને ગુરૂનાનક દેવનાં પ્રકાશપર્વ નિમિત્તે આકર્ષક લાઈટ ડેકોરેશન સાથે શણગાર કરવામાં આવ્યા છે. શીખ અને સીંધી સમાજનાં આરાધ્ય ગુરૂનાનક દેવની ૫૫૦મી જન્મજયંતિની આજે મંગળવારે સમગ્ર દેશભરની સાથે ભાવનગર શહેરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી પૂજન-કિર્તન, પાઠ સાહેબનું પણ આયોજન થઈ રહ્યુ છે

આજે મંગળવારે વહેલી સવારે ગુરૂગ્રંથ સાહેબના ભોગ સાહેબ ધરાવવામાં આવેલ જ્યારે બપોરે ખુલ્લા લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. રસાલા કેમ્પ ગુરૂદ્વારા ખાતેથી બપોરે ભવ્ય શોભાયાત્રા હતી અને શહેર ના મુખ્ય માર્ગો પર ફરી જુના બંદર ખાતે પૂર્ણ થઈ હતી. જ્યારે સાંજના સમયે અમૃતસર અખાડાઓનાં કરતબનો કાર્યક્રમ યોજાશે.

આજે સવારથી ગુરૂદ્વારાઓમાં દર્શન કરવા ભાઈઓ-બહેનો ઉમટ્યા હતા અને કથા કિર્તન નો લાભ પણ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનવાવા સીંધી અને શીખ સમાજનાં આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleશહેર માં બે સ્થળો થી ગાંધી સંકલ્પ યાત્રા નું આયોજન કરાયું
Next articleશિશુવિહાર સંસ્થા દવારા નાગરિક સન્માન સમારોહ યોજાયો