ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા સેવક માનભાઈ ભટ્ટની પૂણ્યસ્મૃતિમાં ૨૯મો નાગરિક સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
શિશુવિહાર ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મોરારીબાપુ, રમણીકભાઈ ઝાપડીયા, જયશ્રીબેન દેસાઈ, ઈન્દીરાબેન સોનીને બાપુ ના હસ્તે રૂ.51હજારની રાશી, મોમેન્ટો તથા ખેસ થી અભિવાદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં શિશુવિહારના ડો. નિર્મળભાઈ વકીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મોરારીબાપુના હસ્તે રમણિકભાઈ ઝાપડીયા જયશ્રીબેન દેસાઈ તથા ઈન્દીરાબેન સોની સન્માન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં આમંત્રિતો તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં માં શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો.નાનકભાઈ ભટ્ટે આભાર માન્યો હતો.