મુંબઇ,તા. ૧૨
બોલિવુડની બ્યુટીક્વીન અને વિશ્વભરમાં પોતાની ખુબસુરતીના કારણે જાણીતી રહેલી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે વિતેલા વર્ષોની બે ફિલ્મ રાત ઔર દિન તેમજ વો કોનથીની રીમેકમાં જાવા મળનાર છે. જા કે આ સંબંધમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિતેલા વર્ષોની બે સુપરહિટ ફિલ્મની રીમેકમાં નજરે પડનાર છે. એશ છેલ્લે ફન્ને ખાનમાં નજરે પડી હતી. ફન્ને ખાનમાં તેની સાથે રાજકુમાર રાવ અને અનિલ કપુરની ભૂમિકા હતી. એશ અને અનિલ કપુર આશરે ૧૫ વર્ષ પછી એક સાથે નજરે પડ્યા હતા. હવે પોતાના ભાવિ પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી છે. અહેવાલ મળ્યા છે કે એશ વર્ષ ૧૯૬૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાત ઔર દિન તેમજ ૧૯૬૪માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ વૌ કૌન થીની રીમેકમાં નજરે પડનાર છે. આ ફિલ્મનુ નિર્માણ પ્રેરણા અરોડા ખાનના પ્રોડક્શન હાઉસ કૃરાજ પ્રોડક્શન કરનાર છે. મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રોડક્શન હાઉસ તરફથી એશને વધુ એક ફિલ્મની ઓફર પણ મળી છે. જેનુ નામ જેસ્મીન છે.
એક મુલાકાતમાં બ્યુટીક્વીન એશે કહ્યુ છે કે આ તમામ પ્રોજેક્ટ માટે તેનો માત્ર સંપર્ક કરવામાં આવ્યો છ. જા કે આ પ્રોજેક્ટને લઇને કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેનુ કહેવુ છે કે તેને જેસ્મીનની પટકથા સંભળાવી દેવામાં આવી છે. ફિલ્મની કેટલીક પટકથાને બદલી નાંખવા માટે તેને કહ્યુ છે. આ પટકથામાં ફેરફાર કઇ રીતે થાય છે તેના પર તમામ બાબતો આધારિત છે. વૌન કૌન થી અને રાત ઔર દિનની રીમેક બનાવવાનો નિર્ણય સારો છે. તે તેમની સાથે બેસીને વાત કરશે.