દ્રોપદીને લઇને દિપિકા ખુબ આશાવાદી અને ઉત્સુક બની

534

મુંબઇ,તા. ૧૨
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રીઓ પૈકી એક દિપિકા હવે દ્રોપદી ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. આ ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ તે ભારે ખુશ અને ઉત્સુક દેખાઇ રહી છે. બોલિવુડની ડિમ્પલ ગર્લ દિપિકાનુ કહેવુ છે કે પિરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ તે ભારે ખુશ છે. તે દ્રોપદીની ભૂમિકાને અદા કરવા માટે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે ફિલ્મી કેરિયરમાં આ પ્રકારની ભૂમિકા કરવાની તક વર્ષોમાં મળે છે. સાથે સાથે ખુબ ઓછી સ્ટારને આ પ્રકારના મોટા રોલની ઓફર કરવામાં આવે છે. તે પોતે પણ ફિલ્મને લઇને ખુબ ઉત્સુક છે. તે રોલને લઇને ગર્વ અને સન્માનની ભાવના અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે મહાભારત અમારી પૌરાણિક કથા અને સાંસ્કૃતિક પ્રભાવ છોડે છે. આને નવા દ્રષ્ટિકોણ સાથે રજૂ કરવાની બાબત પણ ખુબ ઉપયોગી છે. ફિલ્મ માટે કલાકારોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ નિર્માતા દ્વારા નોવેલના અધિકારો મેળવી લેવામાં આવ્યા છે. આ નોવેલ પરથી જ ફિલ્મની પટકથાને લખવામાં આવનાર છે. ફિલ્મને કેટલાક પાર્ટમાં બનાવવામાં આવનાર છે. તેના પ્રથમ ભાગને વર્ષ ૨૦૨૧માં દિવાળી પર રજૂ કરવાની યોજના રાખવામાં આવી છે. દિપિકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં ગુલઝારની એસિડ અટેક પર રહેલી ફિલ્મમનાં કામ કરી રહી છે. વાસ્તવિક લાઇફ પર આધારિત આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. છપાક નામની ફિલ્મને લઇને તે શુટિંગમાં વ્યસ્ત બનેલી છે. સાથે સાથે તેની પાસે અન્ય ફિલ્મોની ઓફર પણ આવી રહી છે.

Previous articleએશ્વર્યા રાય ૬૦ના દશકની ફિલ્મની રીમેકમાં હવે રહેશે
Next articleપાગલપંથી કરવા તરત તૈયાર થઇ હતી : ઇલિયાનાનો દાવો