મુંબઇ,તા.૧૨
અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે કહ્યુ છે કે તે ફિલ્મ પાગલપંથીમાં કામ કરવા માટે તરત જ તૈયાર થઇ ગઇ હતી. તેને ફિલ્મની પટકથા ખુબ જ પસંદ પડી હતી. ફિલ્મમાં તેની સાથે જહોન અબ્રાહમ, કૃતિ ખરબંદા, ઉર્વશી રોટેલા અને પુલકિત સમ્રાટ કામ કરી રહ્યા છે. અરશદ વારસી અને અનિલ કપુર પણ ફિલ્મમાં જાવા મળનાર છે. તેનુ કહેવુ છે કે મુબારકા ફિલ્મની સફળતા બાદ અનીસની પાગલપથી હવે રજૂ કરવામાં આવનાર છે. અનીસ કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તે મનોરંજન કોમેડી ફિલ્મ છે. મુબારકામાં પણ તે કામ કરી ચુકી છે. અનીસ કોમેડી ફિલ્મ શાનદાર રીતે તૈયાર કરે છે. ઇલિયાનાએ કહ્યુ છે કે તેમની સાથે કામ કરવાથી અનેક બાબતો શિખવા મળે છે. સાથે સાથે કોમેડી ફિલ્મ કરવાની બાબત હમેંશા પડકારરૂપ રહે છે. અનિલ કપુર અને અરશદ વારસી જેવા કલાકારો સાથે કામ કરવાના સંબંધમાં પુછવામાં આવતા ઇલિયાના દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે તેમની સાથે કામ કરવાની બાબત હમેંશા ગર્વની બાબત રહે છે. બંને કલાકારો પોતાની કોમિક ટાઇમિંગ માટે જાણીતા રહ્યા છે. કોમેડીમાં જેટલા કલાકારો હોય છે તેટલી મજા વધારે આવે છે.
ઇલિયાના બોલિવુડમાં સતત વર્ષોથી સક્રિય હોવા છતાં સુપરસ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી શકી નથી. તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. હિન્દી ફિલ્મોની શરૂઆત ઇલિયાના દ્વારા બરફી મારફતે કરવામાં આવી હતી. જેમાં રણબીર કપુરે યાદગાર ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત તેની પાસે અનેક યુવા સ્ટાર તરીકેની ભૂમિકા આવી હતી. ઇલિયાના ડી ક્રુઝ રણબીર, વરૂણ જેવા યુવા સ્ટાર અને અનિલ કપુર, અજય દેવગન જેવા સિનિયર સુપરસ્ટાર સાથે પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.