સોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : વંશ સયાની (બાલવીર વિવાન)

1239

બાળ દિવસ મારા માટે બહુ વિશેષ છે, કારણ કે આ દિવસે દર વર્ષે મારા વાલીઓ મને સૌપ્રથમ શુભેચ્છા આપે છે અને મને સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. વર્ષનો આ દિવસ મને ભારે રોમાંચિત કરે છે, કારણ કે મારા વાલીઓ મને બહાર લઈ જાય છે અને અમે એકત્ર મજેદાર દિવસ વિતાવીએ છીએ. આ પરંપરા તેઓ પરાપૂર્વથી પાલન કરે છે. અમે બાળ દિવસ પર સ્કૂલમાં રજા હોવા છતાં એક દિવસ પૂર્વે સ્કૂલમાં આ દિવસની ઉજવણી કરીએ છીએ, જેમાં વાંચવા માટે અલગ અલગ પુસ્તકો અમને આપવામાં આવતાં હતાં, જે મને બહુ ગમતું હતું.

મારા વાલીઓએ હંમેશાં મારી કારકિર્દીમાં મને ટેકો આપ્યો છે અને તેમણે મારું બાળપણ હું પરિપૂર્ણ રીતે જીવું તેમાં મદદ કરી છે. મારો સૌથી યાદગાર અવસર શૂટનો મારો પ્રથમ દિવસ છે, જેમાં મેં પહેલી વાર કેમેરા અને આખો સેટ રૂબરૂ જોયો હતો અને ત્યાર પછી મેં ઓન સ્ક્રીન પોતાને પરફોર્મ કરતાં જોયો હતો. તે સમયથી મને આવું કરવાનું ગમે છે. બાળ દિવસ દિવસ હું વધુ સખત કામ કરવા માગું છું અને મારા સહ- કલાકારો અને વાલીઓ સાથે દિવસની મોજમસ્તી કરવા માગું છું.

Previous articleસોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : અક્ષિતા મુદગલ (ભાખરવડીમાં ગાયત્રી)
Next articleસોની સબના કલાકારો બાળ દિવસ વિશે શું કહે છે : અથર્વ શર્મા (તેરા ક્યા હોગા આલિયામાં રોહન)