દરેક બાળ દિવસ મારે માટે તહેવાર હોય છે, કારણ કે મારા વાલીઓ આ દિવસે મને ગમે તે બધું જ બનાવે છે. ખાવાથી લઈને મારે માટે ભેટસોગાદો પણ લાવે છે. આ દિવસ વધુ સારો બનાવવા માટે આખો દિવસ મને મોજમસ્તી કરવા દે છે અને તે દિવસે અભ્યાસ પણ કરવાનો નથી હોતો. સ્કૂલમાં પણ અમે મોજમસ્તીભરી ઈવેન્ટ યોજીએ છીએ. અમારા પ્રિન્સિપાલ ચાચા નેહરુ વિશે અમને વાર્તા જરૂર સંભળાવે છે. બધા વિદ્યાર્થીઓ આખો દિવસ મોજમસ્તી કરે છે. બાળ દિવસ દિવસ હું આ વખતે શૂટમાં વ્યસ્ત રહીશ. જોકે સોની સબ પર તેરા ક્યા હોગા આલિયાના સેટ્સ પર બધા સાથે ભરપૂર મોજમસ્તી કરીશ.