જાફરાબાદ ખાતે નવ નિર્મીત પ્રિન્સીપલ સિવિલ કોર્ટ (ન્યાય મંદિર)નું ઉદ્દ્ઘાટન અમરેલીનાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ જે.આર.શાહનાં હસ્તે કરીને આ બિલ્ડીંગ ખુલ્લુ મુકવામાં આવેલ આ પ્રસંગે જાફરાબાદ ખાતે કે.જી.બી.વી ની વિદ્યાર્થીનીઓનાં પ્રાર્થના તેમજ સ્વાગત ગાનથી આ કાર્યક્રમથી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું ઉદ્દઘાટન રિબન કાપીને તેમજ દિપ પ્રાગ્ટય કરાયેલ. આ પ્રસંગે અમરેલીનાં એડિ.ડિસ્ટ્રીક્ટ જજ ચૌધરી, રાજુલાનાં એડિ.ડિસ્ટ્રીક્ટ જજ ટાંક , શાહ, તથા અમરેલી ચીફ. જ્ય.મેજી વાઘેલા તેમજ ધારી, ખાંભા, રાજુલા, વડીયા, બગસરા તેમજ અમરેલીથી પધારેલ સિવિલ જજોની ઉપસ્થીતીમાં આ સમાંરભ યોજાયેલ. આ સમાંરભનાં અધ્યક્ષ જે.આર.શાહ સાહેબનું જાફરાબાદનાં પ્રિન્સીપાલ સિવિલ જજ વાય.કે.ખાટ સાલ તેમજ પુષ્પહારથી સન્માન કરેલ જાફરાબાદ બાર એશોસીએશન તરફથી મોમેન્ટ અર્પણ કરવામાં આવેલ તેઓએ પોતાનાં પ્રવચનમાં જણાવેલ કે, આ વિસ્તારનાં લોકોને સરળતાથી તેમજ ઝડપી ન્યાય મળી રહે તેવાં હાયકોર્ટનાં નિર્દેશ મુજબ તેઓનાં ઉદ્દ્ભોદનમાં જણાવેલ.
આ કાર્યક્રમમાં જાફરાબાદ બાર એશોસીએસનનાં પ્રમુખ બાલકૃષ્ણ સોલંકી ઉપ પ્રમુખ ઇમરાનભાઇ ગાહા, કિર્તીભાઇ બારૈયા, લક્ષ્મણભાઇ મહીડા, દિપભાઇ વરૂ, શૈલેશભાઇ વઢવાણા, રામજીભાઇ પઢીયાર, મહેશભાઇ બારૈયા, મધુભાઇ સાંખટ, દિલીપભાઇ બારૈયા વિગેરે તમામ સભ્યો ઉપસ્થીત રહ્યા હતાં.