ધંધુકા તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે ધંધુકા હેલ્થ કચેરી દ્વારા ટીબી રોગ જાગૃતિ કેળવાય તે હેતુથી રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ, મેડીકલ ઓફિસર ડો.રાકેશ ભાવસાર, રીયાજ ઝુલાયા, આયુષ મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈ, ડો.રાજેશ કળથીયા, ડો.યોગેન્દ્ર રાઠોડ, આરોગ્ય સ્ટાફ વગેરે હાજર રહ્યાં હતા. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમમાં જાહેર આરોગ્યની ટીબી નિયંત્રણની કામગીરી ખૂબ અગત્યની ભુમિકા રહેલ છે. હમણા જ નવીદિલ્હી ખાતે એન્ડ ટીબી સમીટ યોજાઈ ગઈ. જેમાં ભારત દેશને ર૦રપ સુધીમાં ટીબી રોગથી નિર્મુલન કરવા માટે આહવાન કરેલ છે. ભારતમાં વિશ્વના ટીબી કેસોના ચોથા ભાગના દર્દીઓ ભારત દેશમાં છે. જો ટીબીના દર્દીની સારવાર ચાલુ થાય તો તે દર્દી તેમની દવાનો કોર્ષ પુરો કરે. ગામમાં બે અઠવાડીયા કે વધુ સમયથી કોઈ વ્યક્તિને ઉધરસ આવતી હોય તો તેવા વ્યક્તિ નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઈએ, જેથી ટીબીનું વહેલાસર નિદાન સારવાર ચાલુ કરી શકાય.