સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર ની જેલમાં ગંભીર અપરાધ સબબ કારાવાસ વેઠી રહેલ એક આરોપી ને પોલીસ બિમારી સબબ સર.ટી.હોસ્પિટલ ના કેદી વોડૅમા સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જયાં આ કેદી પોલીસને ચકમો આપી નાસી છુટ્યૌ હોવાનું જાણવા મળ્યું છે આ ફરાર આરોપી ને પુનઃ ઝડપી લેવા પોલીસે જિલ્લા ભરમાં તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો એ જણાવ્યું છે સમગ્ર ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે આ ફરાર આરોપી ને ઝડપી લેવા પોલીસે શહેરભર માં નાકાબંધી કરી દેવામી આવી છે.