રાણપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.જગદીશભાઈ પંડ્યા વરણી તો ગ્રામ્ય પ્રમુખ તરીકે ધીરૂભાઈ ઘાઘરેટીયાની વરણી કરાઈ

857

બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપ સંગઠનની નવરચના કરવામાં આવી હતી જેમાં રાણપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન ડો.જગદીશભાઈ પંડ્યાની વરણી થતા હાજર સૌ કાર્યકરોએ ડો.જગદીશભાઈ પંડ્યા ને અભિનંદ પાઠવ્યા હતા.આ સંગઠન નવરચના કાર્યક્રમમાં જીલ્લાના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો માં જીવાભાઈ રબારી,મનિશભાઈ ખટાણા,કનકબેન છાપરા,ધરાબેન ત્રિવેદી,હરેશભાઈ જાંબુકીયા,હરીભાઈ સભાડ,બિસુભા પરમાર સહીત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

જ્યારે રાણપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ધીરૂભાઈ ઘાઘરેટીયા,મહામંત્રી તરીકે ગૌતમભાઈ ધાંધલ અને ભરતસિંહ ડોડીયાની વરણી કરવામાં આવતા રાણપુર શહેર તેમજ તાલુકાના કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા A.S.I. આઈ.જી.મોરીની પ્રશંસનીય કામગીરી બદલ રેન્જ પોલીસ વડા દ્રારા સન્માન કરાયુ
Next articleદિશા પાટની રિતિક રોશન સાથે કામ કરવા ઇચ્છુક છે