મુંબઈ સ્થિત શાંતિલાલ મોહનલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અશકતાશ્રમ ડાકોર ખાતે યોજાએલ સમારંભમાં ગુજરાતની અગ્રગણ્ય રપ સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રવૃતિઓને બિરદાવવામાં આવી. ઉષાબહેન ચંદ્રવદનભાઈ શાહ દ્વારા આ પ્રસંગે શિશુવિહારની માનવ સેવા પ્રવૃતિઓને બિરદાવતા રૂા. પ૦,૦૦૦ તથા પ્રશસ્તી પત્ર એનાયત કરવામાં આવેલ. શિશુવિહાર સંસ્થા વતી ઈન્દાબહેન માનભાઈ ભટ્ટે સન્માન સ્વીકારી ભાવનગરની સેવા સુવાસને ગૌરવ અપાવ્યું છે.