સેક્સી માહિરા પાસે હાલ કોઇ જ હિન્દી ફિલ્મો નથી

5496

મુંબઇ,તા. ૧૪
સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. જો કે તેને હિન્દી ફિલ્મો હવે મળી રહી નથી. માહિરાએ કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાન સાથે તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ રઇસ મામલે વાત કરી હતી. રઇસ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરી શકાઇ ન હતી. તેનુ કહેવુ છે કે તે આ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવે તેને લઇને પણ ખુબ આશાવાદી હતી. તેનુ કહેવુ છે કે તે પોતાના મિત્રો અને પુત્ર અજલાનની સાથે ફિલ્મ જોવાની ઇચ્છા ધરાવતી હતી. જે ઇચ્છા પૂર્ણ થઇ શકી નથી. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાની સેન્સર બોર્ડે આ ફિલ્મને પાકિસ્તાનમાં રજૂ કરવાની મંજુરી આપી ન હતી. ફિલ્મમાં મુસ્લિમ સમુદાયના લોકોનો યોગ્ય રીતે રજૂ ન કરવા બદલ પ્રતિબંધ મુકીદેવામાં આવ્યો હતો. જો કે માહિરાનુ માનવુ છે કે રાજકીય વિવાદના કારણે ફિલ્મને પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવી ન હતી. કોઇ બીજા દોરમાં આ ફિલ્મ સરળતાથી રજૂ થઇ ગઇ હોત. તેનુ કહેવુ છે કે કેટલાક એવા દોરમાં કેટલાક એવા નિર્ણય કરવામાં આવે છે જેના ફિલ્મ સાથે કોઇ લેવા દેવા હોતા નથી. રઇસ ફિલ્મ રજૂ કરવામાં આવે તેના એક મહિના પહેલા ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા ૧૯ જવાન અને ત્યારબાદ ભારત તરફથી ત્રાસવાદી અડ્ડા પર કરવામાં આવેલા એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇકના કારણે બન્ને દેશો વચ્ચેના સંબંધ ખુબ ખરાબ હતા. માહિરા ખાન હાલમાં બે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. રણબીર કપુર સાથે પોતાના થોડાક સમય પહેલા વાયરલ થયેલા વિડિયો અંગે માહિરાએ કહ્યુ છે કે આ વિવાદના કારણે તે દુખી થઇ હતી. વિવાદ બાદ પ્રથમ વખત માહિરાએ મૌન તોડીને પ્રતિક્રિયા હતી. તેનુ કહેવુ છે કે ફોટો વાયરલ થયા બાદ રાતોરાત આના પર નેશનલ ડિબેટ ચાલી હતી જેથી તે દુખી થઇ હતી. અત્રે નોંધનીય છે કે ન્યુયોર્કમાં માહિરા અને રણબીર કપુરની એક સાથે સિગારેટ ફુંકતા ફોટો વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ માહિરાના સિગારેટ પીવાથી લઇને તેના વસ્ત્રો સુધી ભારતમાં વિવાદ થયો હતો. પાકિસ્તાનમાં પણ આ વિષય પર જોરદાર ચર્ચા રહી હતી. માહિરા વિવાદના કેન્દ્રમાં રહી હતી. તેની પ્રથમ ફિલ્મ રઇસ રજૂ કરવામાં આવે તેના એક મહિના પહેલા આ બનાવ બન્યો હતો. તાજેતરમાં જ ખુબસુરત પાકિસ્તાની સ્ટાર માહિરાએ એક ઇન્ટરવ્યુમાં આ વિવાદ અંગે સ્પષ્ટ વાત કરી હતી. માહિરાએ કહ્યુ હતુ કે તેના હજુ સુધીના કેરિયરમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો છે જ્યારે તે કોઇ વિવાદમાં ફસાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે આ બાબત તેને ખુબ હેરાન કરી દેનાર તરીકે હતી. કારણ કે તે એ વખતે લાઇફના સંવેદનશીલ દોરમાંથી પસાર થઇ રહી હતી….

Previous articleદિશા પાટની રિતિક રોશન સાથે કામ કરવા ઇચ્છુક છે
Next articleગાંધીનગર ખાતે યોજાવામાં આવ્યો “વિશ્વ ડાયબીટીસ ડે”