આજે, ૧૪, નવેમ્બર, ૨૦૧૯, ‘વિશ્વ ડાયાબીટીસ ડે’ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય દ્વારા આદરણીય કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં ‘પીસપાર્ક’, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે ડાયાબીટીસ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

‘વિશ્વ ડાયાબીટીસ ડે” નિમિત્તે આયોજિ અવેરનેસ કેમ્પના સ્ટેજ ફંક્શનમાં સર્વ આત્માઓના પરમપિતા શિવ પરમાત્માના આહવાન બાદ શહેરના અગ્રગણ્ય ડો.હસમુખ નાય તથા એમ.ડી. આયુર્વેદ ડો.અનુરાધા શેખાવત દ્વારા ડાયાબીટીસ શું છે? અને તેનાથી થતાં નુકશાન, ડાયાબીટીસ થવાના કારણો, ડાયાબીટીસના પ્રકાર, ડાયાબીટીની સારવાર અને અવેરનેસ વિષે વિગતવાર સમજ આપવામાં આવેલ જ્યારે કૈલાશદીદીજીએ ઉપસ્થિત સૌને સૌને નિરાગી રહેવાના આશીર્વાદ આપેલ. સ્ટેજ ફંકશન બાદ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરની ટીમ દ્વારા આવેલ સૌના બી.પી. અને ડાયાબીટીસની વિનામૂલ્યે રીપોર્ટીંગ કરી અવેરનેસ અને વિગતે જાણકારીનાપરચા આપેલ