તારીખ ર૦ માર્ચના રોજ આખા વિશ્વમાં ‘વર્લ્ડ સ્પેરો ડે’ તરીકે ઉજવાય છે. છેલ્લા ઘણા વર્ષોથીભ ાવનગરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા આજે ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણ રાવખામાં આવ્યું હતું. વધતા જતા પ્રદુષણને કારણે છેલ્લા ઘણા સમયથી ચકલીઓ લુપ્ત થતી જાય છે. પક્ષીઓનો કલરવ જાણે ભુતકાળ બની ગયો છે. ચકલીઓને બચાવવા તથા તે માળામાં વસવાટ કરી શકે તે હેતુથી ગ્રીનસીટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. લોકોનો ચકલીનો માળો મેળવવા એટલો ધસારો થયો હતો કે માત્ર એક કલાકમાં જ પ૦૦ ઝેટલા ચકલીઓના માળાનું વિતરણ થઈ ગયું હતું. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે ઘણા લોકોને માળા આપી શકાયા નહોતાં. તેથી હવે પછી થોડા જ સમયમાં ફરી વખત મોટાપાયે ચકલીના માળાનું વિતરણ ગ્રીનસીટી સંસ્થા દ્વારા કરવામાં આવશે. જેની લોકોને અખબારી માધ્યમ દ્વારા જાણ કરવામાં આવશે. આ વિતરણ કાર્યમાં ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા, નરેન્દ્રભાઈ પનારા, ઝેડ ઝાલા, મુકેશભાઈ વગેરે હાજર રહ્યા હતાં.