ભાવેણાના ગૌરવ એવા સુપ્રસિધ્ધ “કથ્થક નૃત્યાંગના” જિજ્ઞા દીક્ષિતનો આજે ૧૫-૧૧-૨૦૧૯ ને શુક્રવારના રોજ જન્મદિવસ છે.માતા પૂર્ણિમાબેન (શિક્ષણવિદ) અને પિતા મનુભાઈ દીક્ષિત “ડિગાજી”(પૂર્વ પ્રમુખ સિહોર તા.પં),બહેન પૂર્વી પંડ્યા(રાજકોટ),ડો.ભૈરવી દીક્ષિત-ત્રિવેદી(ગાયિકા),ભાઈ કુશલ દીક્ષિત (કલાપથ),ભાભી ડો.મૃણાલ દીક્ષિત(કલાપથ),પતિ જીજ્ઞેશ શેઠ (સંગીતકાર), સાસુ આશાબેન શેઠ (નિવૃત શિક્ષિકા રેલ્વે) ભારત સરકાર દ્વારા શાસ્ત્રીય કથ્થક નૃત્યના પ્રચાર અને પ્રસાર માટે પોલેન્ડની રાજધાની વોરસો શહેરમાં કથ્થક નૃત્ય ટયુટર અને પરફોર્મર તરીકે બે વર્ષ સેવા બજાવી હાલ ભારત પરત ફરી અમદાવાદ સ્થાયી થયા છે.અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ડબલ ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટની પદવી ધરાવે છે તેમજ શાસ્ત્રીય કથ્થક નૃત્યમાં બીપીએ અને એમપીએની ડીગ્રી ઉપરાંત મુંબઈ સંગીત ગાંધર્વ મહાવિદ્યાલયની વિશારદ,શિક્ષા વિશારદ અને અલંકારની પદવી હાંસલ કરેલ છે.આજરોજ પરિવારજનો સ્નેહી-મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી આનંદ માણશે.તો આપ સૌ શુભેચ્છા “આશીર્વાદ“ પાઠવશો.