કલાપથ સંસ્થાના સંચાલિકા ડો. મૃણાલ ભટ્ટ-દીક્ષિતનો આજે જન્મદિવસ

856

તળાજા સરકારી વિનયન કોલેજના પ્રાધ્યાપિકા અને “કલાપથ” સંસ્થાનાં સંચાલિકા ડો. મૃણાલ ભટ્ટ-દીક્ષિતનો જન્મદિવસ તા.૧૫-૧૧-૨૦૧૯ને શુક્રવારના રોજ છે.તેણી ભાવનગર કલાજગતનાં ગૌરવરૂપ કુશલ દીક્ષિતના પત્ની ને સિહોર તાલુકા પંચાયતના પૂર્વ-પ્રમુખ અને કલામર્મજ્ઞ મનુભાઈ દીક્ષિત “ડિગાજી” અને પૂર્ણિમાબેન દીક્ષિત(શિક્ષણવિદ)નાં પુત્રવધૂ થાય. સુપ્રસિદ્ધ ગાયિકા ડો.ભૈરવી દીક્ષિત અને સુપ્રસિદ્ધ કથક નૃત્યાંગના જિજ્ઞા દીક્ષિત તેમજ પૂર્વી પંડ્યા (રાજકોટ)ના ભાભી થાય.તૃપ્તિબેન ભટ્ટ-દક્ષિણામૂર્તિ શાળા અને ધનંજયભાઈ ભટ્ટ(એલ.આઈ.સી)નાં પુત્રી થાય.ડો.મૃણાલ ભટ્ટ-દીક્ષિત અંગ્રેજી વિષય સાથે એમ.એ અને પી.એચડીની ડીગ્રી ધરાવે છે.તેઓ લોકનૃત્ય કલાનાં ઉચ્ચકોટીનાં કલાકાર અને કોરિયોગ્રાફર છે.આજરોજ પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરી આનંદ માણશે.તો આપ સૌ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવશો.

Previous articleસુપ્રસિધ્ધ કથ્થક નૃત્યાંગના જિજ્ઞા દીક્ષિતનો આજે જન્મદિવસ
Next articleઆપણી સંસ્કૃતિ : સંયમની સંસ્કૃતિ