હુમલા પ્રકરણે કલેકટર કચેરીએ ખાતે સતત બીજા દિવસે પણ શીપ બ્રેકરોનાં ધરણા યથાવત

1214

બુધેલ ચોકડીએ બુધવારે સાંજના સમયે શીપબ્રેકર બટુકભાઈ અને દાનસંગભાઈ વચ્ચે કારને કાવુ મારવાનાં મામલે થયેલી મારામારી બાદ શીપ બ્રેકરો દ્વારા રેલી કાઢી આવેદન આપવામાં આવેલ ગઈકાલે ગુરૂવારે અલંગ શીપયાર્ડ, ડાયમંડ એસો. સહિતે સજ્જડ બંધ પાળી રેલી કાઢી આવેદન આપ્યા બાદ કલેકટરે આરોપીઓની સ્પેશ્યલ ટીમ બનાવીને ધરપકડ કરવાની ખાત્રી આપેલ એસ.પી. રાઠોર દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવેલ પરંતુ શીપ બ્રેકરો દ્વારા ગઈકાલે શરૂ કરાયેલ ધરણા આજે પણ શરૂ રખાયા હતા.

કલેકટર કચેરી ખાતે આજે સવારથી શીપ બ્રેકરો ધરણા ઉપર બેસી ગયા છે. અને સાંજ સુધી ધરણા કરશે આરોપીઓ ઝડપાઈ નહી ત્યાં સુધી દરરોજ સવારથી સાંજ સુધી કલેકટર ઓફીસે ધરણા ઉપર બેસવામાં આવશે તેમ શીપ બ્રેકરોએ જણાવ્યુ હતું. પોલીસ દ્વારા એલસીબી, એસઓજી, આરઆરસેલ બોટાદ પોલીસ સહિતની ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગઈકાલે બુધેલ ખાતે દાનસંગભાઈની હોટલે તપાસ કરવા ગયેલી પોલીસને સહકાર નહી અપાતા અને બોલાચાલી કરાતા પોલીસે બે-ત્રણ વ્યÂક્તઓને ઉઠાવી લઈને ફરજમાં રૂકાવટની ફરિયાદ અલગથી નોંધાવી હતી જ્યારે દાનસંગભાઈનાં પત્નીને પણ પુછપરછ માટે મહિલા પો.સ્ટે. લવાયેલ જ્યારે વાહનો પણ ડીટેઈન કરવામાં આવ્યા હતા.


શીપ બ્રેકરો દ્વારા વેપારીઓ અને ઉદ્યોગકારોને હેરાન કરતા અને મારામારી કરતા ગુંડા તત્વોને ઝડપી લેવા માંગ ચાલવાઈ છે. જ્યારે બીજી તરફ દાનસંગભાઈનો એક વીડીયો ગઈકાલે સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ જેમાં તેમને ફસાવી દેવાનું કાવતરૂ તેમણે જણાવેલ છે ત્યારે આ બનાવનાં પગલે પોલીસે આરોપીઓને ક્યારે ઝડપી લે છે અને શીપ બ્રેકરો ક્યારે ધરણા પૂર્ણ કરે તેની રાહ જાવાઈ રહી છે.

Previous articleએચસીજી હોસ્પિટલ દ્વારા દર્દીનાં મોઢાનાં કેન્સરની સફળ સર્જરી કરાઈ
Next articleપાંચેક મહિનાથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ