પાંચેક મહિનાથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

1130

ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, વરતેજ પો.સ્ટે. સે.ગુ.ર.ન. ૯૬/૨૦૧૯, એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી) ૨૦(બી), ૨૯, તથા વરતેજ પો.સ્ટે. સે.ગુ.ર.ન.૯૮/૨૦૧૯, એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી) ૨૦(બી) તથા શિહોર પો.સ્ટે. સે. ૧૪૦/૧૯ એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૦(બી) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી મહેશભાઇ ભગવાનભાઇ મોણપરા /પટેલ ઉવ. ૫૧ ધંધો- મજુરીકામ રહે. મુળગામ નારીગામ હાઇસ્કુલ પાસે, તા.જી.ભાવનગર હાલ ઉમરા ગામ મોમાઇ રેસીડેન્સી, પ્લોટ નં. ૮૧, સુરતવાળો ભાવનગર નારી ચોકડી પાસે મળી આવતા તેને ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી.ના સ્ટાફના હેડ કોન્સ. બાવકુભાઇ કુંચાલા તથા હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા યોગીનભાઈ ધાંધલ્યા તથા જગદીશભાઈ મારુ તથા પો.કોન્સ.પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Previous articleહુમલા પ્રકરણે કલેકટર કચેરીએ ખાતે સતત બીજા દિવસે પણ શીપ બ્રેકરોનાં ધરણા યથાવત
Next articleભાવનગર જિલ્લા સહકારી સંઘનાં ૬૬માં સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ