ભાવનગર જિલ્લા સહકારી સંઘનાં ૬૬માં સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ

749

ભાવનગર જિલ્લા સહકારી સંઘનાં ૬૬માં અખીલ ભારત સહકારી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે આજે તા.૧પને શુક્રવારે સવારે ઘોઘારી કપોળ જ્ઞાતિની વાડી રેલ્વે સ્ટેશન સામે ભાવનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહનાં પ્રમુખ સ્થાને ભાવનગર જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને ગુજરાત રાજય સહકારી સંઘના ઉપાધ્યક્ષ જયવંતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.


આ સમારોહમાં ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સર્વોતમ ડેરીનાં ડાયરેકટર મહેન્દ્રભાઈ પનોતનાં વરદ હસ્તે સહકારી ધ્વંજ વંદન કરી ઉદઘાટન કરવામાં આવેલ. આ સંમેલનમાં તળાજાનાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા, લોક ભારતી સણોસરાનાં પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા આજરોજ યોજાયેલ સંમેલનમાં મુખ્ય વિષયવસ્તુ નુતન ભારતનાં નિર્માણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકાની ઉજવણીનો પ્રારંભ પંડિત જવાહરલાલ નેહરૂની ૧૩૦મી જન્મ જયંતિ અને બાલદિનનાં સપરમાં દિવસથી કરવામાં આવી હતી. જયારે ગ્રામીણ સંસ્થાઓ દ્વારા નવા સાહસોનો પ્રારંભની ઉજવણી નિમિતે યોજાનારા સહકારી ધ્વજ વંદન, સહકાર સપ્તાહ ઉદ્દઘાટન સમારોહ આજરોજ સવારે યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા સહકારી સંમેલન અને સન્માનિત અભિવાદન સહિતનાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલનને સફળ બનાવવા મહિલા સહકારી સમિતિનાં ચેરમેન સવિતાબેન પટેલ, ઉપાધ્યક્ષ અરવિંદભાઈ સાલીયા, માનદમંત્રી ગંગારામ રાજયગુરૂ, ચીફ એજયુકીટીવ ઓફિસર રમેશ વેદાણી અને બોર્ડ ઓફ ડાયરેકટર્સએ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleપાંચેક મહિનાથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ
Next articleરાફેલ મુદ્દે સર્વોચ્ચ ન્યાયલયના ચુકાદાને લઈ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માંગ સાથે ભા.જ.પા.ના ઘોઘાગેઇટ ખાતે ધારણા યોજાયા