વેરાવળ તાલુકાના મલોંઢા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૨૩૦૩ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ૭ લાભાર્થી બહેનોને પ્રેસર કુકર અર્પણ કરાયા હતા. મલોંઢા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં દેદા, પાલડી, સારસવા, વાવડી-આદ્રી, ચાંડુવાવ અને ચમોડા સહિતના સાત ગામોના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો.
આ પ્રસંગે ઈન્ચાર્જ પ્રાંત અધિકારી પ્રજાપતિ, મામલતદાર દેવકુમાર આંબલીયા, તાલુકા વિકાસ અધિકારી ઠક્કર, અગ્રણી હરદાસભાઈ સોલંકી, વિજયભાઈ પરમાર, સંજયભાઈ ડોડીયા અને ધીરૂભાઈ સોલંકી સહિત મોટીસંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા.